Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા:ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરતા હતા, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન

    17 hours ago

    રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને ATSની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. તમામની આતંકીઓની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ 8 આતંકીની ધરપકડ, ATSની પૂછપરછ ચાલુ પકડાયેલા આતંકવાદીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો 'ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા', બે આતંકી ઝડપાયા 21 એપ્રિલ 2026ના ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપી આંતકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી હતી. જેમાં આરોપીએ લખ્યું છે કે, ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર) NIAએ 3 ISIS આતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો 6 મે 2026ના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) પાકિસ્તાનમાં 'ઓપરેશન ધુરંધર' ચાલુ:જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહર ખતમ 30 એપ્રિલ 2026ના પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું હતું. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું. માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ 'ઓપરેશન ધુરંધર' ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં 27 એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી 11 આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જોકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટી દિલજીત દોસાંઝના નિવેદનથી નિરાશ:પ્રવક્તાએ કહ્યું, 'યુવાનોના મુદ્દા વિશે તેમણે બોલવું જોઈએ'; સિંગરે પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું
    Next Article
    ડાંગમાં મેઘતાંડવ, 13 ઇંચથી નદીઓ ગાંડીતૂર, 16 ગ્રામ્ય માર્ગો બંધ:જૂનાગઢ-અમરેલીમાં પણ વરસાદ શરૂ; વેરાવળમાં રસ્તાઓ સરોવર બન્યાં, બાળકોની મોજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment