Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપા ચૂંટણી:મનપાની 13 વોર્ડમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન, 52 બેઠકોના 150 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ, 28મીએ થશે ભાવિનો ફેંસલો

    11 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે લોકશાહીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલેલી આ પ્રક્રિયામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર સરેરાશ 54.86 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે, છેલ્લા 15 વર્ષમાં સૌથી વધારે મતદાન થયું હતું,​સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 4 કરચલિયા પરા માં સૌથી વધુ 65.94 ટકા મતદાન સાથે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ​સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 કાળીયાબીડ-સીદસર માં સૌથી ઓછું 44.37 ટકા મતદાન નોંધાયું હતું, ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે આજે યોજાયેલું મતદાન કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે જેમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે સાંજે 6 વાગ્યા સુધીમાં 55 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું, વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, હવે 13 વોર્ડ માં 150 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો 28 મી ના રોજ થશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ઝંપલાવનાર 150 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો આગામી 28મી તારીખે હાથ ધરવામાં આવનાર મતગણતરી બાદ થશે. શહેરના કુલ 13 વોર્ડમાં રસાકસીભર્યું મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે, આ દિવસે સ્પષ્ટ થશે કે જનતાએ આગામી પાંચ વર્ષ માટે કોની સત્તાની રહેશે તેની મીટ મંડરાશે, ​ચૂંટણી પંચના નિર્ધારિત સમય મુજબ સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, સમગ્ર દિવસ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત તમામ મતદાન મથકો પર પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો, જેના કારણે મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો, ​મતદાન પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી પંચના નિયમો અનુસાર દરેક મતદાન મથક પર પ્રિસાઇડીંગ ઓફિસર અને વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની પ્રત્યક્ષ હાજરીમાં EVM મશીનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મશીનો સીલ કર્યા બાદ તેને કડક સુરક્ષા હેઠળ નિયત કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવશે, ભાવનગર ​તમામ 52 બેઠકોના ભાવિ હવે EVMમાં કેદ થઈ ગયા છે, સ્ટ્રોંગ રૂમ ખાતે મશીનો રાખ્યા બાદ ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો તૈનાત કરી દેવામાં આવશે, આગામી 28મી તારીખના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ભાવનગરની જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવશે તે જોવાનું રહ્યું.... ભાવનગર મનપાનું 7 થી 6 વાગ્યા સુધીનું વોર્ડ વાઇઝ ટેન્ટીવ મતદાન ના આંકડા 1 ચિત્રા ફુલસર – નારી - 56.07 2 કુંભારવાડા - 63.44 3 - વડવા બ - 56.69 4 - કરચલીયા પરા - 65.94 5- ઉત્તર કૃષ્ણનગર રુવા - 59.97 6 - પીરછલ્લા - 53.87 7 - તખ્તેશ્વર - 53.84 8 - વડવા -અ - 49.26 9 - બોરતળાવ - 57.19 10 - કાળીયાબીડ - સીદસર - 44.37 11 - દક્ષિણ સરદારનગર – અધેવાડા - 50.72 12 - ઉતર સરદારનગર - તરસમીયા - 49.13 13 - ઘોઘાસર્કલ – અકવાડા - 54.21 ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માંથી સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 કળિયાબીડ 44.37 ટકા મતદાન નોંધાય હતું, જ્યારે સૌથી વધારે મતદાન વોર્ડ નંબર 4 કરચલિયા પરા 65.94 ટકા મતદાન નોંધાયું હતું. આમ, કુલ ભાવનગર મહાનગરપાલિકાનું 13 વોર્ડ નું સરેરાશ મતદાન 54.86 ટકા નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    CSK vs GT IPL 2026 highlights: Sai Sudharsan’s 46-ball 87 helps Gujarat Titans beat Chennai Super Kings by 8 wickets
    Next Article
    રાજકોટના ફન બ્લાસ્ટમાં આગ લાગતા અફરાતફરી:શોર્ટ સર્કિટ થયાનું અનુમાન, સ્મોક ડિટેક્ટરે બચાવ્યા અનેક જીવ; TRP ગેમઝોન જેવી બીજી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment