Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો:13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની યાદી પર ચર્ચા, નવા ચહેરાઓને તક મળી શકે

    2 days ago

    વાપી મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસે 1 ઉમેદવારની જાહેરાત કરી છે. જ્યારે આજે ગાંધીનગર ખાતે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં વાપી મહાનગર પાલિકાના ઉમેદવારો ઉપર ચર્ચા કરીને ઉમેદવારોની અંતિમ યાદી નક્કી કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટેનું આખરી સીમાંકન અને બેઠકોનું ગણિત જાહેર થતાં શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડ અને કુલ 52 બેઠકોના આ માળખામાં 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવતા આ ચૂંટણીમાં સ્ત્રી નેતૃત્વને વિશેષ પ્રોત્સાહન મળવાનું નિશ્ચિત થયું છે. ચૂંટણીની રૂપરેખા અને વસ્તીનું ગણિત ચૂંટણી આયોગના આંકડા મુજબ, વાપી મહાનગરપાલિકાની કુલ વસ્તી 2,48,122 છે. સરેરાશ 19,000ની વસ્તી ધરાવતા 13 વોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં વસ્તીના આધારે 10 ટકા સુધીની વધ-ઘટ સાથે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. દરેક વોર્ડમાં 4 બેઠકો મુજબ કુલ 52 સભ્યોની મ્યુનિસિપલ બોડીની રચના કરવામાં આવશે. અનામત બેઠકોનું ગણિત: સામાજિક સંતુલન પર ભાર આ વખતે અનામત વ્યવસ્થામાં સામાજિક સમતોલન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કુલ 52 બેઠકોમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે, 9 બેઠકો અનુસૂચિત આદિજાતિ (ST) માટે (જેમાં 5 મહિલા અનામત), 14 બેઠકો પાછલા વર્ગ (OBC/SEBC) માટે (જેમાં 7 મહિલા અનામત) અને 28 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી છે. આ પૈકી દરેક કેટેગરીમાં મહિલાઓ માટે 50 ટકા અનામત રાખવામાં આવતાં ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધશે. વોર્ડ નંબર 10 'હોટસ્પોટ'બનશે નવી સીમાંકન પ્રક્રિયામાં વોર્ડ નંબર 10ની બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રાખવામાં આવતા ત્યાં રાજકીય ગરમાવો વધ્યો છે. અનામત બેઠકોમાં થયેલા ફેરફારને કારણે વર્ષોથી સત્તા પર રહેલા કેટલાક નેતાઓ માટે પોતાની બેઠક બચાવવી પડકારજનક બનશે. વોર્ડ પ્રમાણે બદલાયું રાજકીય સમીકરણ નવી સીમાંકન પ્રક્રિયાના કારણે અનેક વોર્ડોમાં અનામતનું સ્વરૂપ બદલાયું છે. કેટલાક વોર્ડોમાં ST અને OBC માટે અનામત આવતાં જૂના દિગ્ગજ નેતાઓ માટે પડકાર ઉભો થયો છે. વોર્ડ નંબર 10માં SC માટે બેઠક અનામત રાખવામાં આવતા આ વિસ્તાર રાજકીય રીતે હોટસ્પોટ બનવાની શક્યતા છે. તે જ સમયે ઘણા વોર્ડોમાં સામાન્ય અને મહિલાઓ માટે અનામત બેઠકો વધતાં નવા ઉમેદવારોને તક મળવાની સંભાવના વધી છે. પાર્ટીઓમાં ઉમેદવાર શોધની દોડ ચૂંટણીની તારીખ 26 એપ્રિલ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પોતાના મજબૂત ઉમેદવારો શોધવાની કવાયત તેજ કરી છે. ખાસ કરીને જ્યાં અનામત બદલાયું છે તેવા વિસ્તારોમાં નવા ચહેરાઓ શોધવા માટે પક્ષો આંતરિક બેઠક અને સર્વે કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા યુવા નેતાઓ અને સામાજિક કાર્યકરો આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે. આચારસંહિતા લાગુ, તંત્ર સજ્જ ચૂંટણી આયોગના આદેશ બાદ વાપીમાં આચારસંહિતાનો અમલ કડક રીતે શરૂ થયો છે. શહેરના નોટિસ બોર્ડ અને જાહેર સ્થળોએ સીમાંકન અને અનામતની માહિતી પ્રદર્શિત કરવાની સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણીને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે તૈયારીઓ હાથ ધરાઈ છે. રાજકીય ચિત્રમાં મોટો ફેરફાર શક્ય નવી સીમાંકન અને અનામતના કારણે આ વખતે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજોના રાજકીય સમીકરણ બગડી શકે છે. કેટલાક વર્તમાન કોર્પોરેટરો માટે પોતાની બેઠકો બચાવવી મુશ્કેલ બનશે, જ્યારે નવા ચહેરાઓ માટે રાજકીય કારકિર્દી શરૂ કરવાની આ મોટી તક સાબિત થઈ શકે છે. આ રીતે, 13 વોર્ડ અને 52 બેઠકોનું આ ગણિત વાપીના રાજકારણમાં મોટો ફેરફાર લાવશે તે નિશ્ચિત છે. હવે તમામની નજર 26 એપ્રિલના મતદાન પર ટકી છે, જ્યાં મતદાતાઓનો ચુકાદો વાપીના આગામી શાસનનો માર્ગ નક્કી કરશે.
    Click here to Read More
    Previous Article
    શેર બજારમાં વધુ વળતરની લાલચ આપી 30 લાખની છેતરપિંડી:દર મહિને 10 ટકા વળતર આપવાની લાલચ આપી શરૂઆતમાં વળતર ચૂકવ્યું; પૈસા આપવાનું બંધ થતા બે સામે ફરિયાદ
    Next Article
    ‘Manipulative restructuring of representation’: Siddaramaiah slams proposed delimitation exercise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment