Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કેસ:સાયબર ક્રાઈમે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, 13 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

    7 hours ago

    પાંચમી સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઈમે ચેન્નાઈથી ધરપકડ કરી હતી. બંને આરોપીઓને આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સાયબર ક્રાઈમે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે પાંચ દિવસ એટલે કે 13 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે પૂછપરછ કરતા બંને NDPSના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હતા અને હાલ પેરોલ પર બહાર હતા. 5 સપ્ટેમ્બરે કોર્ટની તારીખ હોય તેમાં હાજર ન રહેવું પડે તે માટે ધમકીભર્યો મેઈલ કર્યાનું ખૂલ્યું હતું. સાયબર ક્રાઈમે કોર્ટમાં રજૂ કરેલા રિમાન્ડના મુદ્દા આ સમાચાર પણ વાંચો કોર્ટમાં હાજર ન રહેવું પડે તે માટે બોમ્બની ધમકી આપી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા હાઈકોર્ટ રજિસ્ટ્રારને જે ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો તે ચેન્નઈથી કરાયાનું ખૂલ્યું. ટીમે ચેન્નઈ જઈ બે શખસોને દબોચી લીધા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ડીસામાં મકાનમાંથી 81 ગ્રામ હેરોઈન ઝડપાયું:ANTF ટીમની નહેરુનગર પ્રા.શાળાની બાજુના મકાનમાં રેડ, બલ્લોની ધરપકડ, ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ગોધરામાં અજાણ્યા મૃતદેહને કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાયો:નર્મદા કેનાલમાંથી મળેલા મૃતદેહને શ્મશાને લઈ જવામાં પાલિકાની બેદરકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment