Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ અંડરગ્રાઉન્ડ રોડ પર 13 લેનનો રસ્તો:સર્વિસ લાઈન્સ હટાવવાનું શરૂ, જવાહર બાલભવન માર્ગનું વિસ્તરણ કરીને 280 મીટરનો રોડ

    1 day ago

    ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ અંડરગ્રાઉન્ડ રોડ માટે મરીનડ્રાઈવ ખાતે જવાહર બાલભવન ભાગમાં રસ્તાનું વિસ્તરણ કરવું પડશે. એના માટે બંને બાજુના વાહનવ્યવહાર માટે 13 લેનનો રસ્તો બાંધવામાં આવશે. આ કામ માટે મહારાષ્ટ્ર સાગરી કિનારા ક્ષેત્ર વ્યવસ્થાપન પ્રાધિકરણે ગ્રીન સિગ્નલ દેખાડ્યું છે. એ અનુસાર હવે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે આ ભાગમાં સર્વિસ લાઈન્સ હટાવવાના કામની શરૂઆત કરી છે. એના માટે મરીનડ્રાઈવ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ રોડ માટે જવાહર બાલભવન ભાગમાં નેતાજી સુભાષચંદ્ર રોડ પર એન્ટ્રી-એક્ઝિટ રેમ્પ ઊભો કરવો પડશે. તેથી અત્યારનો રસ્તો સાંકડો થશે અને આ ભાગમાં ટ્રાફિકજામ થવાનો ડર છે. એ ધ્યાનમાં લઈને મહાપાલિકાના કોસ્ટલ રોડનો અંડરગ્રાઉન્ડ માર્ગ મફતલાલ જીમખાના દરમિયાન લગભગ 280 મીટર લાંબો રસ્તો બંને તરફના વાહનવ્યવહાર માટે 13 લેનનો કરવામાં આવશે. અત્યારે આ ભાગમાં રસ્તાના વિસ્તારીકરણ માટે મર્યાદા છે. તેથી હાલનો પ્રોમોનેડ એટલે કે ચાલવા કે ફરવા માટેની ખુલ્લી જગ્યાના ભાગમાં આ રસ્તાની અતિરિક્ત લેન બાંધવામાં આવશે. પરિણામે પ્રોમોનેડનો ભાગ સાંકડો થશે. તેથી સમુદ્રમાં 2298 સ્કવેર મીટર જગ્યા પર ભરાવ નાખીને નવો પ્રોમોનેડ ઊભો કરવાનો પ્રસ્તાવ છે. એની પર્યાવરણની મંજૂરીની ભલામણ કરતો પ્રસ્તાવ એમસીઝેડએમએ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. એને મંજૂરી મળતા જ સમુદ્રમાં ભરાવ નાખીને નવો પ્રોમોનેડ ઊભો કરવાનું કામ શરૂ થશે. 13 લેનનો રસ્તો જરૂરી ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ અંડરગ્રાઉન્ડ માર્ગ મરીનડ્રાઈવ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ રસ્તા પર જવાહર બાલભવન પાસે પૂરો થશે. આ ઠેકાણે વાહનોની અવરજવર માટે રેમ્પ ઊભો કરવામાં આવશે. હાલની સ્થિતિમાં ગિરગાવ ખાતેથી મરીનડ્રાઈવ તરફ જતા રસ્તા પર જવાહર બાલભવન ખાતે બંને દિશામાં વાહનો માટે ચાર લેન છે. જો કે ઓરેન્જ ગેટ માર્ગના રેમ્પના લીધે રસ્તો સાંકડો થશે. તેથી આ રસ્તાનો પહોળો કરવો જરૂરી છે. આ બાબત ધ્યાનમાં લઈને પાંચ લેન તૈયાર કરીને આ ભાગનો રસ્તો 13 લેનનો કરવામાં આવશે. એમાંથી મરીનડ્રાઈવ પર નરિમાન પોઈંટની દિશામાં જતા વાહનવ્યવહાર માટે ત્રણ લેન ઊભી કરવામાં આવશે. ઓરેન્જ ગેટથી આવતા બોગદામાંથી બહાર નીકળીને નરિમાન પોઈંટ તરફ જતા વાહનો માટે વધુ ત્રણ લેન હશે.
    Click here to Read More
    Previous Article
    ઉલ્લંઘન બદલ સંબંધિતો પર તુરંત કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે:સ્કૂલોના 500 મીટર પરિસરમાં એનર્જી ડ્રીન્ક્સ વેચવા પર બંધી
    Next Article
    ચોમાસા સાથે મુંબઈમાં શરદી, તાવ, ઉધરસના દર્દીઓમાં વધારો:ચોમાસાની શરૂઆત થતાં હવામાનમાં ફેરફારના લીધે વાઈરલ ઈન્ફેક્શન વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment