Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના વૈશાલીમાં બોટ પલટતા 13 લોકોના મોત:20 યુવકો અને બાળકો સવાર હતા, મૃતકોની ઉંમર 6થી 18 વર્ષની વચ્ચે

    4 days ago

    વૈશાલીના રાઘોપુરમાં ગંગા નદીમાં બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે. તમામની ઉંમર 10થી 18 વર્ષ વચ્ચે હોવાનું જણાવાઈ રહ્યું છે. નાની બોટમાં લગભગ 20 લોકો સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની. મૃતકોમાં પિંકી કુમારી (13), અંકિતા કુમારી (6), સુનીતા કુમારી, આર્યન કુમાર, અલીશા કુમારી (18), સિકી કુમારી, ભોણુ કુમારી અને મીરા કુમારીનો સમાવેશ થાય છે. બાકીના મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. દુર્ઘટના સાથે જોડાયેલી 3 તસવીર… નાની બોટ પર સવાર થઈને મિજબાનીમાં જઈ રહ્યા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે રામપુર શ્યામચંદ પંચાયતના ભગતાન ટોલાના માતા મહારાણી સ્થાન પાસે સિંઘેશ્વર રાયના ઘરે જમણવાર હતો. નાની બોટમાં આશરે 20 લોકો જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં છોકરીઓની સંખ્યા વધુ છે. એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આ વિસ્તારના ધારાસભ્ય છે. તેમણે X પર પોસ્ટ કરીને દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર સીએમ સમ્રાટ ચૌધરીએ દુર્ઘટનાને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવી છે. તેમણે કહ્યું, "આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે." રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવશે. વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ ઘાયલોની વધુ સારી સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે."
    Click here to Read More
    Previous Article
    'Butt, Imagine!' Google Unveils Noto 3D Emojis With Hilarious Rear View
    Next Article
    વડોદરામાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ ગરબે ઘૂમ્યા:અમદાવાદમાં જીગરાએ ખેલૈયાઓને ડોલાવ્યા, રાજકોટમાં રોબોટ ગરબે ઘૂમ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment