Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન પર રાષ્ટ્રીય સેમિનાર:પાટણમાં 13 થી 15 ઓક્ટોબરે 53મો નેશનલ સેમિનાર યોજાશે

    10 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી 13 થી 15 ઓક્ટોબર દરમિયાન ઇન્ડિયન ક્રિસ્ટલોગ્રાફી એસોસિએશન અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન વિષય પર 53મા રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 12 વર્ષ બાદ આ પ્રકારની પરિષદ યોજાઈ રહી છે, જેના માટે યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં અધ્યાપકો, વિષય નિષ્ણાતો અને સંશોધક વિદ્યાર્થીઓ ભાગ લેશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે, આ સેમિનારમાં વ્યાખ્યાન આપવા માટે ભારતના અંદાજે 30 અધ્યાપકો અને વિષય નિષ્ણાતોએ આમંત્રિત વક્તા તરીકે પોતાની સંમતિ આપી છે. આમંત્રિત વક્તાઓમાં પ્રોફેસર ટી.પી. સિંહ, પ્રોફેસર દીપક નાયર, પ્રોફેસર શૈલી તોમર, પ્રોફેસર જૈવલ, પ્રોફેસર વાસુદેવન, પ્રોફેસર રામાસ્વામી, પ્રોફેસર અલકા ગર્ગ, પ્રોફેસર અનામિકા શાહ અને પ્રોફેસર જેવર જેવા સુપ્રસિદ્ધ અધ્યાપકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, દેશની ચાર જુદી જુદી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ વિશેષ વ્યાખ્યાન આપશે. કાર્યક્રમના સફળ આયોજન માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થાઓ પાસેથી નાણાકીય સહાય મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM), ગાંધીનગર દ્વારા રૂ. 4,00,000ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ સાથે, વિવિધ સંસ્થાઓ પાસેથી સ્પોન્સરશિપ મેળવવા તેમજ ભારત અને વિદેશની જાણીતી કંપનીઓ દ્વારા સાધનોના પ્રદર્શન અર્થે સ્ટોલ નાખવા માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 12 વર્ષ પહેલાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આ પ્રકારની કોન્ફરન્સ યોજાઈ હતી, જે બાદ હવે આ યુનિવર્સિટી ખાતે તેનું આયોજન થઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં સમગ્ર દેશ તેમજ રાજ્યમાંથી મોટી સંખ્યામાં સંશોધક વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે હાલ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના મનપસંદ કલબમાં હાઈપ્રોફાઈલ જુગાર પર રેડ, 180 જુગારી ઝડપાયા:મુખ્ય સંચાલક ગામો, નિવૃત્ત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસના બોબી પટેલના કનેક્શનની ચર્ચા
    Next Article
    રોટરી ક્લબના પ્રમુખ પદે નીરવ જોશીએ પદભાર સંભાળ્યો:ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ રોટરી ક્લબને 40 લાખના સેવાકાર્યો માટે પ્રેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment