Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ અપડેટ:બીજી ટેસ્ટ પહેલાં શ્રીલંકાની મુશ્કેલીઓ વધી, માત્ર 13 ફિટ ખેલાડીઓ બચ્યા

    1 day ago

    વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ પહેલા શ્રીલંકાની ટીમ ઈજા અને બીમારીથી ખરાબ રીતે ઝઝૂમી રહી છે. પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સથી હાર્યા બાદ હવે સિરીઝ બચાવવા માટે તેને બીજી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે, પરંતુ 17 સભ્યોની ટીમમાં માત્ર 13 ખેલાડીઓ જ ફિટ છે. પથુમ નિસાંકા કાંડાની ઈજાને કારણે યુકે રવાના થયો છે, જ્યાં તેની સર્જરી થશે. તે સિરીઝમાંથી બહાર થયો છે. તેની જગ્યાએ લાહિરુ ઉદારા ઓપનિંગ કરશે. ઝડપી બોલર લાહિરુ કુમારા (હેમસ્ટ્રિંગ) અને વિસ્વા ફર્નાન્ડો (પીઠ/સાઇડ સ્ટ્રેન) પણ બીજી ટેસ્ટમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, ઝડપી બોલર ઇસિથા વિજેસુંદરાને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળશે. ઓફ સ્પિન ઓલરાઉન્ડર રમેશ મેન્ડિસ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે ઉપલબ્ધ નથી. તેની જગ્યાએ સ્પિનર પ્રભાત જયસૂર્યા પ્લેઇંગ-11માં વાપસી કરશે. જર્મનીના કોચ નાગેલસમેન આપશે રાજીનામું, ક્લોપ બની શકે છે નવા હેડ કોચ FIFA વર્લ્ડ કપ 2026માં ખરાબ પ્રદર્શન બાદ જર્મનીના હેડ કોચ જુલિયન નાગેલ્સમેન પદ છોડવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઉન્ડ ઑફ-32માં પેરાગ્વે સામે હારીને બહાર થયા બાદ જર્મન ફૂટબોલ ફેડરેશન (DFB) અને નાગેલ્સમેન વચ્ચે રાજીનામા પર સહમતિ બની ગઈ છે. જોકે, સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. નાગેલ્સમેનનો કોન્ટ્રાક્ટ યુરો 2028 સુધીનો હતો, પરંતુ વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ તેમના પર દબાણ વધી ગયું. જર્મનીને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ઇક્વાડોર અને પછી નોકઆઉટમાં પેરાગ્વે સામે હાર મળી. 2014માં વર્લ્ડ કપ જીત્યા બાદ જર્મની 2018 અને 2022માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયું, જ્યારે 2026માં રાઉન્ડ ઑફ 32થી આગળ વધી શક્યું નહીં. નાગલ્સમેનના જવાથી જર્ગન ક્લોપ સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ભૂતપૂર્વ લિવરપૂલ મેનેજર હાલમાં રેડ બુલના ગ્લોબલ હેડ ઑફ ફૂટબોલ છે. રિપોર્ટ્સ અનુસાર, તેમના કરારમાં એક એવી રિલીઝ ક્લોઝ છે, જેના હેઠળ જર્મનીની રાષ્ટ્રીય ટીમનો પ્રસ્તાવ મળવા પર તેઓ આ જવાબદારી સંભાળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Democracy is in jeopardy’: INDIA bloc in letter to Chief Justice
    Next Article
    સોનું આજે ₹3,104 વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું:ચાર દિવસમાં કિંમત ₹4,686 હજાર વધી, ચાંદી ₹4,504 મોંઘી થઈને ₹2.33 લાખ/10gm થઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment