Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 13 માર્ચે ‘નમોત્સવ’ મેગા શો:વડાપ્રધાન મોદીના જીવન પર 100થી વધુ કલાકારો પ્રસ્તુતિ રજૂ કરશે

    12 hours ago

    ભરૂચ શહેરમાં 13 માર્ચે સાંજે 6 વાગ્યે ‘નમોત્સવ’ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુધધારા ડેરી દ્વારા દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરાશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં દર્શાવવામાં આવશે. આ મેગા કાર્યક્રમમાં 100થી વધુ કલાકારો ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવનપ્રસંગોને જીવંત બનાવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે દિલધડક નૃત્ય પ્રસ્તુતિઓ, જાજરમાન ડ્રોન શો, ભવ્ય આતશબાજી અને વિશાળ પ્રોપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે માહિતી આપતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં આ પ્રકારનો ભવ્ય મેગા કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો છે, જે શહેર અને જિલ્લાના લોકો માટે ગૌરવની ક્ષણ છે. કાર્યક્રમના આયોજક દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકારી ક્ષેત્રના મંત્રી જીતુ વાઘાણી અને જળ સંચય રાજ્ય કક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મેગા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમ માટે પ્રવેશ પાસ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે અને ભરૂચ જિલ્લાના નાગરિકોને આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભે જ ડેમોમાં પાણી ખૂટ્યા:દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, સુરેન્દ્રનગરમાં 35 ટકા, જામનગરમાં 38 ટકા, રાજકોટના જળાશયોમાં 53 ટકા પાણી : સૌની યોજના એક જ આશરો
    Next Article
    આજથી મનપામાં વહીવટદારનું રાજ:રાજકોટ મનપાનાં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતાં રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી, કહ્યું- પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment