Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંકે સીલ કરેલા મકાનમાં ગેરકાયદે પ્રવેશનાર લોન ડિફોલ્ટર સામે ફરિયાદ:રાજકોટમાં 'ભુતે' 1.29 કરોડની લોન ભરપાઈ ન કરતા મકાન જપ્ત કરાયું'તું

    14 hours ago

    રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના એક મકાન પર બેંક ઓફ બરોડાએ મામલતદાર અને કોર્ટ કમિશ્નરના હુકમથી માલિક દ્વારા રૂ.1.29 કરોડથી વધુની લોન ભરપાઈ ન કરાતા સીલ મારી કબજો મેળવ્યો હતો. પરંતુ મકાન માલિક પ્રણવભાઈ ધીરૂભાઈ ભુતે કાયદાનો અનાદર કરી ગેરકાયદેસર રીતે બેંકનું સીલ તોડી મકાનમાં પ્રવેશ કરી લીધો હતો. આ અંગે બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર અમરદીપ કુમારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 1.29 કરોડની ત્રણ ટર્મ લોન લીધી હતી રાજકોટના ઢેબર રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખાના ચીફ મેનેજર અમરદીપ કુમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મવડી ગામમાં પ્રણામી પાર્ક પાસે આવેલ ન્યુ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી શેરી નં.10 માં 88.783 ચોરસ મીટરનું ‘શ્રી રામ’ નામનું મકાન પ્રણવભાઈ ધીરૂભાઈ ભુત તથા દિવ્યાબેન પ્રણવભાઈ ભુતના સંયુક્ત નામે છે. આ દંપતીએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024 દરમિયાન બેંક ઓફ બરોડામાંથી જુદા જુદા ત્રણ ટર્મ લોન એકાઉન્ટ મારફતે કુલ રૂ.1,29,86,000ની મોટી રકમની લોન લીધી હતી. લોન લીધા બાદ નિયમિત હપ્તા ન ભરાતા બેંકે 11 માર્ચ 2026ના રોજ નોટીસ પાઠવી હતી તેમ છતાં નાણાં જમા ન થતાં બેંકે કોર્ટના દ્વાર ખખડાવતા એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા કોર્ટ કમિશ્નર એ.એ. ચાવડાની નિમણૂક કરી મિલકત સીઝ કરીને બેંકને હેન્ડઓવર કરવાનો હુકમ કર્યો હતો. મકાન સીલ કરી કબજો બેંક ઓફ બરોડાને સોંપવામાં આવ્યો કોર્ટના આદેશ અનુસાર તા.23 ઓગસ્ટ 2026ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે મકાન સીલ કરી તેનો કાયદેસરનો કબજો બેંક ઓફ બરોડાને સોંપવામાં આવ્યો હતો. મિલકતની સુરક્ષા માટે બેંક દ્વારા સિક્યુરીટી એજન્સી મારફતે કમલેશભાઈ ખાચરયા નામના સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, 23 ઓગસ્ટની રાત્રે જ મકાન માલિક અને અન્ય લોકોએ ગાર્ડ સાથે બોલાચાલી કરી 112 નંબર પર કોલ કર્યો હતો જેના પગલે પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ દરવાજાનું સીલ તોડી ઘરમાં પ્રવેશ કરી લીધો હતો. સવારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રણવભાઈ ભુત સીલ તોડીને અંદર ઘૂસી ગયા છે. ઘર ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી ચીફ મેનેજરે જ્યારે પ્રણવભાઈનો સંપર્ક કરી કોર્ટ આદેશનું પાલન કરવા જણાવ્યું ત્યારે તેમણે ઘર ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આખરે બેંક અધિકારીઓએ પોલીસને સ્થળ પર બોલાવી હતી પરંતુ આરોપીએ ઘરનો દરવાજો ન ખોલતા આખરે બેંક ઓફ બરોડાના અધિકારીએ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન:મહિલા અને બાળવિકાસ વિભાગે ટેકહોમ રાશન-મિલેટમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરાવ્યું
    Next Article
    Putin Takes "40%" Dig At G7, Compares It With BRICS' Contribution To World GDP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment