Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં હોસ્ટેલ-કેન્ટીનના 128 સ્થળોએ ચેકિંગ:38ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, 11 ખાદ્ય નમૂના લેવાયા; આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી

    6 hours ago

    સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ રાજ્ય સરકારે હોસ્ટેલ અને કેન્ટીનમાં ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતાના ધોરણોની ચકાસણી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા મંગળવારે(15 સપ્ટેમ્બર) રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 128 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી. 38ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, 11 ખાદ્ય નમૂના લેવાયા તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાને લગતી ખામીઓ મળી આવતાં 38 હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 11 નમૂના લેવામાં આવ્યા છે. બીજી તરફ ગંભીર અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિ જણાતા 4 હોસ્ટેલ-કેન્ટીન સંચાલકોએ સ્વયંભૂ રીતે કામગીરી બંધ કરી દીધી હતી. કયા પ્રકારની સંસ્થાઓની તપાસ થઈ? તંત્રની ટીમોએ તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોના સંગ્રહ, તૈયાર ભોજનની ગુણવત્તા સહિતના વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી હતી. જ્યાં ખામીઓ મળી આવી ત્યાં સંચાલકોને જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. 11 નમૂનાની હવે લેબોરેટરીમાં તપાસ થશે તપાસ દરમિયાન લેવામાં આવેલા 11 ખાદ્ય નમૂનાઓને વધુ વિશ્લેષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નમૂનાના રિપોર્ટના આધારે જો ખાદ્ય સુરક્ષા સંબંધિત ગંભીર ઉલ્લંઘન સામે આવશે તો નિયમ મુજબ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ચલાવી લેવામાં નહીં આવે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, અસ્વચ્છતા કે કાયદાનો ભંગ કરનાર સંચાલકો સામે આગામી દિવસોમાં પણ તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમમાં પાણીનો નિકાલ થયો, વટવામાં 24 કલાક પાણી ભરાયેલા રહ્યા:પૂર્વના લોકોમાં ભારે રોષ, AMC અધિકારીઓ-નેતાઓનો ભેદભાવ?
    Next Article
    પૂરઝડપે આવતા ઇકો ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી:મહિલાને ગંભીર ઇજા, ચાલક ફરાર;રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી તરફ અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment