Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:નવસારીમાં 128 ટકા સાથે રાજ્યનો સૌથી‎વધુ વરસાદ, છતાં ખેડૂતો પાણી માટે તરસ્યા‎

    20 hours ago

    ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ 98.5 ઈંચ સાથે 128 ટકા વરસાદ નવસારી જિલ્લામાં પડ્યો પણ ચોમાસાની સિઝનના 4 મહિનામાંથી 3 મહિનામાં 17 ઈંચ સાથે 18 ટકા જ પાણી પડ્યો, જેને લઈ સવા મહિના અનેક વિસ્તારોમાં ખેતીમાં પાણીની ખેંચ અનુભવાઈ અને નહેરના પાણીથી પાક બચાવવો પડ્યો. નવસારી જિલ્લામાં છેલ્લા 30 વર્ષોનો સરેરાશ વરસાદ 76 ઈંચ છે, જેની સામે ચાલુ સાલ 98.5 ઈંચ પડતાં મોસમનો 128 ઈંચ થયો છે. આમ તો રાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં 118 ઈંચ પડ્યો પણ જિલ્લામાં પડતાં સરેરાશ વરસાદ સામે પડતાં વલસાડમાં 124 ટકા થયો છે. આમ ટકાવારીમાં નવસારી જિલ્લો રાજ્યમાં સૌથી આગળ છે. સામાન્યતઃ ચોમાસામાં સારો વરસાદ સિઝનનો પડે તો પાણીની ખેંચ ખેતીમાં પડતી ન હોય છે પણ નવસારીના અનેક વિસ્તારોમાં લગભગ મહિનો ખેતીમાં પાણીની ખેંચ અનુભવાઈ, જેનું કારણ અનિયમિત પડેલો વરસાદ છે. સિઝનમાં જૂનથી સપ્ટેમ્બર 4 મહિના ચોમાસાની સિઝન હોય છે તેમાં ચાલુ સાલ પડેલો 98.5 ઈંચ વરસાદમાં 81.25 ઈંચ થી વધુ તો જુલાઈમાં જ પડ્યો, બીજા શબ્દોમાં 82 ટકા પડ્યો છે. જ્યારે જૂન, ઓગસ્ટ, સપ્ટેમ્બરના ત્રણ મહિના મળી 17 ઈંચ સાથે 18 ટકા જ પડ્યો. જેને લઈ છેલ્લા એકાદ મહિનામાં ડાંગર સહિત કેટલાક પાકમાં પાણીની ખેંચ અનુભવાઈ હતી અને વરસાદ પાછોતરો પૂરતો નહીં પડતાં નવસારી પંથક સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસામાં પણ નહેરનું પાણી આપી પાક બચાવવો પડ્યો. ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતા નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ પાછોતરો વરસાદ ખેંચાતા ખેતીપાકની મુશ્કેલી વધી હતી. હવે ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આગામી સમયમાં સિંચાઈનું પાણી બંધ થવાના આરે છે ત્યારે ડાંગરમાં દાણો ભરાય તે પહેલા જ પાણીના અભાવે પોચ વધશે જેથી ખેડૂતને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. > પિનાકીન પટેલ, ખેડૂત. સિઝનમાં અતિવૃષ્ટિ, પાણીની ખેંચ બંને.. જુલાઈમાં અતિભારે, 3 મહિના ખૂબ ઓછો 2026ની ચોમાસાની સિઝન વરસાદની દૃષ્ટિએ નવસારી જિલ્લામાં ભારે અસમાનતા રહી હતી . સિઝનમાં જુલાઈ મહિનામાં પડેલ અતિ ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં હજારો હેક્ટરમાં ખેતીપાકને નુકસાની થઈ હતી. ખેતી સાથે જાનમાલ, ઘરવખરીને પણ અતિવૃષ્ટિથી નુકસાની થઈ હતી. બીજી બાજુ ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બર મહિનામાં અપૂરતો વરસાદ પડતાં ખેતીમાં કેટલાક વિસ્તારોમાં ખેંચ અનુભવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    પેરાગામમાં ખંડણીખોરનો આતંક:ચિઠ્ઠીઓ ફેંકી ખેડૂત પાસે રૂપિયા 10 લાખ માંગ્યા
    Next Article
    SL vs BAN Live Streaming: When, Where To Watch Asian Games Cricket 2026 Bronze Medal Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment