Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો:મુંબઈથી દિલ્હી તરફના હાઇવે ટ્રેક પરથી 12.77 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે સમીયાલા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાંથી 7.72 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે. મુંબઈથી દિલ્હી તરફના હાઇવે ટ્રેક પરથી દારૂ ઝડપાયો એલ.સી.બી. વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ખરસાણ પોતાની ટીમ અને કર્મચારીઓને પ્રોહીબિશનના ગુનાઓ શોધી કાઢવા અને ગુનેગારો પર સતત નજર રાખવા ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ (ભારતમાલા) હાઇવે પર પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભરૂચ તરફથી વડોદરા તરફ આવી રહેલી એક ટાટા ઇન્ટ્રા ફોર-વ્હીલર ગાડી નં MH-03-ES-5145માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે. ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સમીયાલા ગામ નજીક મુંબઈથી દિલ્હી તરફના હાઇવે ટ્રેક પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટાટા ઇન્ટ્રા ગાડી નજીક આવતાં જ પોલીસે તેને ચારેય તરફથી કોર્ડન કરી અટકાવી લીધી હતી. વાહનમાં તપાસ કરતા માત્ર એક જ ડ્રાઇવર હાજર મળી આવ્યો હતો, જેની ઓળખ મનોહરલાલ બાબુલાલ બિશ્નોઈ (રહે. સાંગડવાવ, તા. ચિતલવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન) તરીકે થઈ હતી. ગાડીની પાછળના ભાગે તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 161 પેટીઓ સહિત 12.77 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ ટીમે વાહનમાંથી વિદેશી દારૂની કુલ 161 પેટીઓ (7728 ક્વાર્ટર) જપ્ત કરી હતી, જેની કિંમત ₹7,72,800 થાય છે. આ ઉપરાંત ₹5,00,000/- ની કિંમતની ટાટા ઇન્ટ્રા ગાડી અને ₹5000/- નો એક મોબાઈલ ફોન મળી કુલ ₹12,77,800/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કાયદા હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધી વધુ કાયદેસરની કારવાઈ હાથ ધરવામાં આવી છે. ઓપરેશન પરાક્રમ હેઠળ કામગીરી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ દ્વારા દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે ખાસ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. આ સૂચનાઓના અનુસંધાને જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે સંવેદનશીલ સ્થળોએ નાકાબંધી, વાહન ચેકિંગ અને સઘન વોચ ગોઠવવા માટે તમામ સંબંધિત પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષકના આદેશના પગલે વડોદરા ગ્રામ્યના પોલીસ અધીક્ષક સુશિલ અગ્રવાલ નાઓની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોહીબિશન, બુટલેગિંગ, માદક પદાર્થો કે ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ગુનેગારો, નાસતા-ફરતા આરોપીઓ, જુગારીઓ અને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટોળકીઓ સામે કડકમાં કડક કાયદાકીય કારવાઈ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓનો સફાયો કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા SDM એચ.ટી. મકવાણા સહિત 144 અધિકારીઓની બદલી:અનેક જિલ્લાના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેકટર બદલાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    હિંમતનગરમાં ટોઈંગ કામગીરી શરૂ:આડેધડ પાર્કિંગ કરનાર 14 વાહનચાલકોને દંડ ફટકારાયો, ટ્રાફિકની સમસ્યા હલ કરવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment