Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનવા 1,271 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે:22% સ્ટાફ પર અસર; CEOએ કહ્યું- 13 વર્ષના ઇતિહાસનો સૌથી મુશ્કેલ સમય

    3 days ago

    ઓનલાઇન ડિઝાઇન અને પબ્લિશિંગ પ્લેટફોર્મ કેનવાએ પોતાના વર્કફોર્સમાં 22%થી વધુનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના આ નિર્ણયથી ઓછામાં ઓછા 1,271 કર્મચારીઓની નોકરી જશે, તેમની ભૂમિકા બદલાશે અથવા તેમને સેન્ટ્રલ હબ્સમાં રિલોકેટ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે ઓસ્ટ્રેલિયાની આ જાણીતી ટેક કંપનીમાં આ મોટો ફેરફાર થઈ રહ્યો છે. 13 વર્ષના ઇતિહાસનો સૌથી મુશ્કેલ સમય કેનવાની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મેલાની પર્કિન્સે કર્મચારીઓને મોકલેલી એક નોંધમાં જણાવ્યું કે સિડની સ્થિત આ કંપનીની વૃદ્ધિ એક દાયકામાં પહેલીવાર ધીમી પડી છે. તેમણે આ પુનર્ગઠનને કંપનીના 13 વર્ષના ઇતિહાસનો સૌથી મુશ્કેલ સમય ગણાવ્યો છે. પર્કિન્સે લખ્યું કે નવી ટેક્નોલોજી લોકોની સર્જન કરવાની રીત અને તેમની અપેક્ષાઓ બદલી રહી છે. હું આ મુશ્કેલ નિર્ણય પર પહોંચી છું કે નાના ફેરફારો પૂરતા નહીં થાય. કેનવામાં છટણી અને પુનર્ગઠન શા માટે થયું? કંપની નાના ગ્રુપ્સમાં કામ કરશે, હાઇબ્રિડ કલ્ચરમાં ફેરફાર પર્કિન્સે જણાવ્યું કે કેન્વાને હવે એક સરળ બિઝનેસ બનાવવો પડશે અને નાની ટીમો સાથે કામ કરવા પરત ફરવું પડશે. કંપનીમાં નીશ સ્પેશિયલાઇઝેશન એટલે કે ખાસ પ્રકારની નિષ્ણાતી ધરાવતી ભૂમિકાઓ ઓછી થશે. આ સાથે જ કંપનીની પ્રોડક્ટ ટીમો માટે સિડની મુખ્ય આધારસ્થાન બનશે. જાન્યુઆરીથી મોટાભાગના હાઇબ્રિડ કર્મચારીઓએ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઓફિસમાં આવીને કામ કરવું પડશે. IPOની તૈયારી અને નાજુક નાણાકીય સ્થિતિ કેનવા શેરબજારમાં લિસ્ટિંગ એટલે કે IPO લાવવાની તૈયારી કરી રહી છે. આવા સમયે આ મોટા પુનર્ગઠને કંપનીને નાજુક નાણાકીય સંતુલનની સ્થિતિમાં લાવી દીધી છે. વર્ષ 2021માં કેનવાનું મૂલ્યાંકન 40 બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે, 2022માં ટેક શેરોમાં વેચવાલી દરમિયાન તે ઘટીને આશરે 26 બિલિયન ડોલર થઈ ગયું હતું. બાદમાં તેના મૂલ્યમાં સુધારો થયો હતો, પરંતુ તાજેતરની ઉથલપાથલની તેના પર શું અસર પડશે, તે હજુ સ્પષ્ટ નથી. મેલાનીએ 19 વર્ષની ઉંમરે કેનવાની શરૂઆત કરી હતી વર્ષ 2008માં જ્યારે ફેસબુક ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું હતું, ત્યારે 19 વર્ષની મેલાની પર્કિન્સને લાગ્યું કે પરંપરાગત ડિઝાઇન ટૂલ્સ શીખવામાં વર્ષો લાગી જાય છે. તેમણે ડિઝાઇન સોફ્ટવેરને સરળ, ઑનલાઇન અને સહયોગાત્મક બનાવવાનો વિચાર કર્યો. ફ્યુઝન બુક્સ: મેલાનીએ ક્લિફ ઓબ્રેક્ટ સાથે મળીને પ્રથમ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. કેનવાની શરૂઆત (2013): વર્ષ 2013માં કેમેરન એડમ્સ ટીમમાં જોડાયા અને ત્રણેયે મળીને 'Canva'ની શરૂઆત કરી. તેનો હેતુ લોકો માટે લોગો, પોસ્ટર અને બિઝનેસ કાર્ડ ડિઝાઇન કરવાનું સરળ બનાવવાનો હતો, જેમાં યુઝર્સ ફોટો અપલોડ કરીને પ્રીસેટ ફિલ્ટર અને ફોન્ટ વડે ડિઝાઇનને કસ્ટમાઇઝ કરી શકે. રોકાણકારોની ચિંતા: શું AIથી વળતર મળશે? AIના યુગે જ્યાં મોટા પાયે નોકરીઓ છીનવી લીધી છે, ત્યારે રોકાણકારો હવે એ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે AIમાં થઈ રહેલા ભારે રોકાણથી કંપનીઓને નાણાકીય નફો ક્યારે અને કેવી રીતે મળશે. 'સોફ્ટવેર કેનિબલાઇઝેશન' શું હોય છે? જ્યારે AI ટૂલ્સ-Claude જેવી કોઈ નવી ટેક્નોલોજી જૂની કંપની અથવા સોફ્ટવેરના સ્થાપિત બિઝનેસ અને માંગને પોતે જ ખતમ કરવા લાગે, ત્યારે ટેક ઇન્ડસ્ટ્રીની ભાષામાં તેને 'કેનિબલાઇઝેશન' કહેવામાં આવે છે. કેનવા જેવી કંપનીઓ માટે એ જોખમ છે કે લોકો અલગથી ડિઝાઇન ટૂલ્સનો ઉપયોગ કરવાને બદલે સીધા જ AI ટૂલ્સથી પોતાનું કામ પૂર્ણ કરી લેશે.
    Click here to Read More
    Previous Article
    પહેલી વન-ડેમાં વરસાદ પછી મેચ ફરી શરૂ થઈ:વિરાટ કોહલીએ ODIની 80મી ફિફ્ટી ચોગ્ગા સાથે ફટકારી; ભારતને 32 ઓવરમાં 143 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો
    Next Article
    પંજાબમાં કોંગ્રેસની ન્યાય રેલી:રાહુલ ગાંધીએ સિદ્ધુ મૂસેવાલાના પિતાને મંચ પર લાવ્યા, ખડગેએ કહ્યું- દિલ્હીમાં મત ચોરોની સરકાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment