Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝિમ્બાબ્વેએ ભારતને 126 રનનો ટાર્ગેટ આપ્યો:મધેવેરેએ 39 રન બનાવ્યા; મયંક-પ્રિન્સને 2-2 વિકેટ મળી

    1 day ago

    ઝિમ્બાબ્વેએ પહેલી T20માં ભારતને 126 રનનો ટાર્ગેટ આપ્યો છે. હરારેમાં ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા. વેસ્લી મધેવેરેએ સૌથી વધુ 39 રનની ઇનિંગ્સ રમી. અંતમાં તદિવાનાશે મરુમાનીએ અણનમ 27 રન ઉમેરીને ટીમને 100ને પાર પહોંચાડી. ભારત તરફથી મયંક યાદવ અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી. મયંક ઇનિંગ્સના પહેલા જ બોલ પર બ્રાયન બેનેટને આઉટ કર્યો અને ત્યારબાદ ડિયોન માયર્સની વિકેટ પણ ઝડપી. શિવમ દુબે અને રવિ બિશ્નોઈને 1-1 વિકેટ મળી. વેસ્લી મધેવેરે રન આઉટ થયો. યુવા બેટર વૈભવ સૂર્યવંશી ભારતની પ્લેઇંગ-11નો હિસ્સો છે, જ્યારે ઝડપી બોલર અશોક શર્માએ આ મેચથી પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા અને મયંક યાદવ. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તદીવાનશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી માધવેરે, બ્રાડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝારાબાની.
    Click here to Read More
    Previous Article
    Google hit with $1 billion EU fine, in ‘constructive’ talks to avoid more penalties
    Next Article
    વરસાદે અમદાવાદને બાનમાં લીધું, સરખેજ-બોપલમાં 10 ઇંચ ખાબક્યો:અખબાર નગર અને મકરબા સિવાય તમામ અંડરપાસ ખુલ્યા, પશ્ચિમની 104 સોસાયટીમાં પાણી ઘુસ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment