Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદે અમદાવાદને બાનમાં લીધું, સરખેજ-બોપલમાં 10 ઇંચ ખાબક્યો:અખબાર નગર અને મકરબા સિવાય તમામ અંડરપાસ ખુલ્યા, પશ્ચિમની 104 સોસાયટીમાં પાણી ઘુસ્યા

    1 day ago

    અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. 7 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદથી બોપલમાં સ્થિતિ વણસી છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે, અંડરબ્રિજો બંધ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે તો પેલેડિયમ મોલ આગળ CM પણ થોડીવાર માટે ફસાયા હતા. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ભારે વરસાદના કારણે અમદાવાદની તમામ સ્કૂલોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. બપોર બાદ વરસાદ ફરી શરૂ થયો છે. તેમજ નાઉકાસ્ટે સાંજના 4થી રાતના 7 સુધી રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સરેરાશ સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે સરખેજમાં 10 ઇંચ અને બોપલમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સવારના 9થી 1 વાગ્યા સુધીમાં જ અમદાવાદમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. બોપલ અને સરખેજમાં તો માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ પડી ગયો હતો. અમદાવાદના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ઝિમ્બાબ્વેએ ભારતને 126 રનનો ટાર્ગેટ આપ્યો:મધેવેરેએ 39 રન બનાવ્યા; મયંક-પ્રિન્સને 2-2 વિકેટ મળી
    Next Article
    119 તાલુકામાં સૌથી વધુ ખેરગામમાં 16 ઇંચ:નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ, રેસ્ક્યૂ માટે 4 હેલિકોપ્ટર તૈયાર, વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment