Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 1254 ખેલાડીઓનો બેટરી ટેસ્ટ:મધ્ય-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના ઉભરતા ખેલાડીઓની પ્રતિભાની કસોટી

    14 hours ago

    વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 1254 ઉભરતા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના હેઠળ પસંદગી પામવા માટે પોતાની પ્રતિભા દર્શાવશે. આ મહત્વપૂર્ણ ટેસ્ટિંગ પ્રક્રિયા 17 થી 20 માર્ચ દરમિયાન જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી હાથ ધરવામાં આવી છે. નવસારી, સુરત, ભરૂચ, તાપી, વડોદરા, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પસંદગી પામેલા ખેલાડીઓ આમાં સામેલ છે. રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ચાલતી DLSS યોજનાનો હેતુ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય ધરાવતા ખેલાડીઓને પ્રવેશ આપવાનો છે. આ યોજના અંતર્ગત વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. ખેલાડીઓની શારીરિક ક્ષમતાના માપદંડો ચકાસવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાત અલગ-અલગ ટેસ્ટિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આ ટેસ્ટમાં 30 મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ (ઝડપ), સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (પગની શક્તિ), મેડિસિન બોલ થ્રો (ઉપરના શરીરની શક્તિ), વર્ટિકલ જમ્પ (સ્ફોટક શક્તિ), શટલ રન (ચપળતા), સીટ એન્ડ રીચ (લવચીકતા) અને 800 મીટર દોડ (સહનશક્તિ)નો સમાવેશ થાય છે. આ બેટરી ટેસ્ટ દ્વારા પસંદ થયેલા તેજસ્વી ખેલાડીઓને રાજ્યની નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે પ્રોફેશનલ રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. વડોદરાના જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે આ રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટ અંગે વધુ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગઢડા નગરપાલિકાનું 58 કરોડથી વધુનું બજેટ મંજૂર:પ્રમુખ કિશોર ખાચરના અધ્યક્ષસ્થાને સર્વાનુમતે બજેટને મંજૂરી મળી
    Next Article
    વ્યારામાં 'ધ કેરળ સ્ટોરી 2' નો નિઃશુલ્ક શો યોજાયો:600થી વધુ હિન્દુ મહિલાઓએ ફિલ્મ નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment