Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાનનું મહત્વ સમજાવાયું:જીકે જનરલ હોસ્પિટલમાં એક વર્ષમાં 12,500 રક્તદાતાએ લોહી આપ્યું

    12 hours ago

    દર વર્ષે 14મી જૂનના રોજ “વિશ્વ રક્તદાતા દિવસ” ઉજવાય છે. થેલેસેમિયા, હિમોફિલિયા, કેન્સર, અકસ્માત, પ્રસૂતિ અને મોટા ઓપરેશનના દર્દીઓ માટે રક્ત એ ઇમરજન્સીમાં જીવાદોરી સમાન છે ત્યારે ભુજની જનરલ હોસ્પિટલમાં વીતેલા વર્ષમાં 12500 જેટલા રક્તદાતાઓએ અમૂલ્ય રક્ત આપી કોઇના જીવનમાં સ્મિત લાવ્યું હતું. બ્લડબેંકના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયે લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસોના ભાગરૂપે આ વર્ષની થીમ “રક્ત આપો આશા આપો અને સૌ સાથે મળી જીવન બચાવીએ” અંગે કહ્યું કે, રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ નથી માટે જરૂરિયાતમંદને લોહીની જરૂરિયાત માટે ડોનર્સે જ આગળ આવવું પડશે. દર્દીનો જીવ બચાવવા જી.કે.ના બ્લડબેંક દ્વારા રક્તદાતાઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હોસ્પિટલમાં વીતેલા વર્ષ જૂન 2025થી મે 2026 દરમિયાન કચ્છમાં જુદા જુદા કેમ્પ અને સ્થાનિક ઈન્હાઉસ મારફતે 12548 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જનરલ હોસ્પિટલમાં વિશેષ પહેલ જી.કે.ખાતે બ્લડબેંકમાં ન્યૂમેટિક ટ્યુબ સિસ્ટમ કાર્યરત થઈ છે. હવે દાતા દ્વારા આપવામાં આવતું લોહી બ્લડ બેંકમાંથી ICU, OT કે વોર્ડમાં ગણતરીની ક્ષણોમાં જ પહોંચી જશે. આમ હવે આ દાન ઝડપી અને સલામત રીતે જરૂરિયાતમંદ સુધી પહોંચશે. રક્તદાનથી કોઈ જ નબળાઈ નથી આવતી રક્તદાન કોણ કરી શકે એ અંગે તબીબના જણાવ્યા મુજબ 18 થી 65 વર્ષની વયના, 45 કિલોથી વધુ વજન ધરાવતા, 12.5 ટકાથી વધુ હીમોગ્લોબિન ધરાવતા સ્વસ્થ સ્ત્રી-પુરુષ દર 3 મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાનથી નબળાઈ આવતી નથી. શરીર 24 થી 48કલાકમાં રક્તનું પ્રમાણ પૂરું કરી દે છે.
    Click here to Read More
    Previous Article
    Why ‘brain-eating amoeba’ cases are seeing surge in Kerala: ‘Tropical climate, poor water quality inducing growth’
    Next Article
    કેન્દ્રીય મંત્રીએ કરી સત્તાવાર જાહેરાત:પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચે 25 જૂનથી ધમધમશે વિમાની સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment