Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીંડી જવેલર્સના માલિકે 1.25 કરોડનું ફૂલેકું ફેરવ્યું:રાજકોટમાં સોનાના દાગીના લઈ 19 વેપારીઓને નાણા ન અપાતા CPને રજૂઆત

    1 day ago

    રાજકોટમાં ભીંડી જવેલર્સના વિકાસ ભીંડીએ રૂ.1.25 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. સોનાનો માલ લઈ નાણાં ન ચૂકવતા સોની વેપારીએ 19 વેપારીઓ સાથે છેતરપીંડી કરી છે. જોકે હાલ 6 વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને ન્યાય આપવાની માંગણી કરી છે. અમારી સાથે છેતરપિંડી થઈ છે હેમલ લોઢિયાએ જણાવ્યું હતું કે, તુલજા ભવાની પેલેસ પેઢી ધરાવું છું. વિકાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક વિકાસ ભીંડીને અમે સોનાનો માલ આપતા હતા અને અચાનક એક દિવસ દુકાને તાળા મારીને નીકળી ગયા. 15 દિવસ બાદ તેઓ પરત આવ્યા અને 19 જેટલા વેપારીઓને બોલાવી તેની સાથે બેઠક કરી અને બધાને કહ્યું હતું કે, અમે તમારું સોનુ પરત આપી દેશે જેનું વિડીયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. જેથી અમે કહ્યું કે તમે કંઈક લેખિતમાં આપો. જોકે અમને જવાબ મળ્યો કે અમે લેખિતમાં ન આપીએ અને અમારી રીતે આપી દઈશું તેવું કહી અમારી સાથે છેતરપિંડી કરી છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે અમને ન્યાય આપવામાં આવે. અમે 6 વેપારીઓએ અરજી કરી છે અને અમારું 800 ગ્રામથી વધુ સોનુ છે. જ્યારે એડવોકેટ પરેશ કુકડિયાએ જણાવ્યું હતું કે, હિમાંશુ પાલા, હિરેનભાઈ, ભુપત લોઢીયા, રક્ષિત લોઢીયા, હેમલ લોઢિયા અને દીપેન લોઢીયા ઉપરાંત 15 વેપારીઓ સાથે વિકાસ સોની અને તેમના પત્ની બીનાબેન સોની ઉપરાંત જયકિશન મેસવાણીયા દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેઓએ વેપારીઓ પાસેથી માલ લઈ રૂ.1.25 કરોડ પરત આપ્યા નથી. સબસિડીના બહાને 14 લાખની પ્રોમિસરી નોટ પર સહી કરાવી ઠગાઈ રાજકોટમાં સબસિડી મેળવવાના કાગળો હોવાનું કહી ફેબ્રિકેશન મજૂર જીતુભાઈ ભાભુભાઈ પરમાર પાસેથી સહી અને અંગૂઠાના નિશાન લેવડાવી 14 લાખ રૂપિયાની પ્રોમિસરી નોટ તૈયાર કરી ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ જગદીશભાઈ કિશોરભાઈ ટીંબલીયાએ પારિવારિક સંબંધનો લાભ લઈને વકીલની ઓફિસમાં સબસિડી સંબંધિત દસ્તાવેજો હોવાનું કહી અનેક કાગળો પર સહી કરાવી હતી. જે પછી પોલીસી પ્રીમિયમના રૂપિયા માંગવા બાબતે વિવાદ દરમિયાન જાણવા મળ્યું કે સબસિડીના દસ્તાવેજોના બદલે 14 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હોવાનું દર્શાવતી પ્રોમિસરી નોટ પર સહી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે તેમના ડી.સી.બી. બેંક ખાતાની ચેકબુકનો ઉપયોગ કરી કેટલાક ચેકમાં રકમ અને તારીખ ભરી વકીલ મારફતે 14 લાખ રૂપિયાની નોટિસ પણ મોકલવામાં આવી હતી.આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કોમન પ્લોટમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે યુવાનોએ યુવતીને માર માર્યો શહેરના નવા થોરાળામાં આવેલા ક્રિષ્ના પાર્ક શેરી નંબર 3 માં રહેતા નેહલબેન સિંધવે ધાર્મિક અને આર્યન સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, 20 જૂનના સાંજના સમયે બંને કોમન પ્લોટમાં ક્રિકેટ રમતા હતા ત્યારે માતા લલીતાબેન તેમને સમજાવવા ગયા હતા કે અહીં ક્રિકેટનો રમો અહીં બધાની ગાડીઓ પડી છે અને તેમાં દડો લાગશે તો કાચ તૂટી જશે. જોકે લલીતાબેનને બંને યુવાનો ગાળો આપવા લાગ્યા હતા. જેથી યુવતી તેને સમજાવવા ગઈ હતી. જોકે આ યુવતીને બંને શખ્સોએ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સાયકલ ચોરને પાસા થયા, અમદાવાદ જેલમાં ધકેલાયો રાજકોટમાં સાયકલ ચોરને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે કારણકે મોટાભાગે મોટા અને ગંભીર ગુનાઓ આચરતા શખ્સો સામે પાસાનો હૂકમ થતો હોય છે. જોકે ભક્તિનગર પોલીસે કરેલી દરખાસ્તને પોલીસ કમિશનરે મંજૂર રાખી સાયકલ ચોરને પાસા હેઠળ ધકેલવાનો હૂકમ કર્યો છે. ઘરોની અંદર તથા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી નાના બાળકોની સાયકલો ચોરી કરવાની ટેવ ધરાવતા ઘનશ્યામ ભોજમલભાઈ કાંજિયાને પાસા વોરંટના આધારે અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી સાયકલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આશરે 6 જેટલા ચોરી અને અન્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભક્તિનગર પોલીસ સ્ટેશન તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી, જેને માન્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતુ.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T-20 વર્લ્ડકપ: ભારતની ચરણીએ એક ઓવરમાં બે વિકેટ પાડી:સાઉથ આફ્રિકાનો સ્કોર- 25/2; 200મી T20માં હરમનપ્રીતે 24 રન કર્યા
    Next Article
    દ્વારકા શહેર યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર:અરવિંદ નકુમ પ્રમુખ, માર્મિક ઝાખરીયા અને પારસ વાયડા મહામંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment