Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં સેવાસેતુ કાર્યક્રમોથી 1.25 લાખથી વધુ લાભાર્થીઓને લાભ:10 તાલુકા, 4 નગરપાલિકા વિસ્તારોમાં 75 કાર્યક્રમોનું સફળ આયોજન, સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ

    8 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો દ્વારા 1.25 લાખથી વધુ લાભાર્થીઓને સરકારી સેવાઓનો લાભ મળ્યો છે. 07 માર્ચથી 20 માર્ચ દરમિયાન જિલ્લાના 10 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તારોમાં કુલ 75 કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો અંતર્ગત નાગરિકોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અને હેલ્થ વેલનેસ કાર્ડ જેવી વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગોની વિવિધ યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો પણ આપવામાં આવ્યા હતા. સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) અને નિરાધાર વૃદ્ધ સહાય જેવી સેવાઓ પણ ઉપલબ્ધ હતી. જમીનમાં નવી હક્કનોંધ દાખલ કરવા સહિત કુલ 55 જેટલી સેવાઓ માટે અરજીઓ સ્વીકારી સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમો થકી જિલ્લાના આશરે 1.25 લાખ જેટલા નાગરિકોએ સીધો લાભ મેળવી સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Julia Roberts’ most powerful roles
    Next Article
    મવડી કણકોટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના:એપીએમસી ચેરમેન લખેલી કારે બાઈકને ઠોકર મારતા વૃદ્ધનું મોત, અકસ્માત સર્જનાર કાર જયેશ બોઘરાની હોવાનું ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment