Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર રિયાલિટી ચેક:બહુમાળી ભવનના 124 રૂમમાંથી 64 બંધ કે તાળા જોવા મળ્યા

    3 days ago

    શહેરમાં આવેલું બહુમાળી ભવન વિવિધ સરકારી કચેરીઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે, જ્યાં સોમવારે ભાસ્કરે રિયાલિટી ચેક કરતાં કેટલીક કચેરીઓ બંધ તથા તાળાબંધ જોવા મળી હતી. તો ઘણી જગ્યાએ કચરો તથા ધૂળ જામી ગયેલી ગાડીઓ નજરે પળી હતી. ભવનમાં અંદાજિત કુલ 124 ઓફિસ ઓરડાઓ છે. જેમાંથી અંદાજે 60 કચેરીઓ (48.39%) કાર્યરત જોવા મળે છે, જ્યારે 25 કચેરીઓ (20.16%) બંધ હતી અને 39 ઓરડાઓ (31.45%) તાળાબંધ જોવા મળ્યા હતા. આમ કુલ મળીને આશરે 51.61 ટકા જેટલા ઓરડાઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. અમુક કચેરીઓ સમયાંતરે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી હોવાથી તેના ઓરડાઓ હાલમાં ખાલી છે. બહુમાળી ભવન સરકારી સેવાઓ માટે કેન્દ્રસ્થાન હોવાથી જો ખાલી પડેલા ઓરડાઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને જરૂરી વિભાગોને અહીંથી કાર્યરત બનાવવામાં આવે તો નાગરિકોને એક જ સ્થળે વધુ સેવાઓ સરળતાથી મળી શકે. સાથે-સાથે કાર્યરત કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ સંકલન સરળ બનશે. સરકારી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધી શકે. ઉપલબ્ધ ઓરડાઓનો સુયોગ્ય ઉપયોગ થાય તો નાગરિકોને સરકારી કામકાજમાં વધુ સરળતા મળશે તેમજ સમગ્ર વ્યવસ્થામાં પણ કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થઈ શકે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરવાજા ખુુલ્લા તૂટેલા દરવાજાઓના કારણે ઓરડો ખુલ્લી હાલતમાં છે, જ્યાંથી કોઈ અજાણ્યા લોકો પણ સહેલાયથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે. હોઝપાઇપ હોવો જરૂરી ભવનમાં લગવામાં આવેલ હોઝબોક્સ જેમાં હોઝપાઇપ હોવો જરૂરી જેના કારણે આગના સમયે રિલ સાથે તેને જોડી રાહત કામગીરી કરી શકાય. ધૂળ ખાતું વાહન ઘણા સમયથી ભવન પરિસરમાં પાર્ક કરાયેલા સરકારી વાહનોમાં ધૂળ જામેલી છે જે તેનો યોગ્ય ઉપયોગ ન થયાનું નજરે પડે છે.
    Click here to Read More
    Previous Article
    માર્ચના આરંભે ‘હીટવેવ’:કચ્છમાં 3 મથકે પારો 40 ડિગ્રીને પાર જતા લોકો પરસેવે ન્હાયા
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:કચ્છમાં ધો.10માં બેઝિક ગણિતનો ક્રેઝ, સ્ટાન્ડર્ડનો હાઉ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment