Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રૂ.1.24 કરોડથી વધુની છેતરપિંડી:મલેશિયા ફરાર થયેલો આરોપી બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપાયો

    6 hours ago

    ભરૂચ સી-ડિવિઝન પોલીસે વર્ષ 2024માં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલા આરોપી યતીન અરુણભાઈ શાહને ઝડપી પાડ્યો છે. યતીન શાહ ખોટા લોન સેન્કશન લેટર, બનાવટી એફ.ડી. દસ્તાવેજો અને વિવિધ સરકારી યોજનાઓના બહાના હેઠળ અનેક લોકોને છેતરતો હતો. તે મલેશિયામાં છુપાયો હતો અને ભારત પરત ફરતા જ બેંગ્લોર એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ છેતરપિંડીના મામલે ઝાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પાના વ્યવસાયી દિપન અરુણભાઈ દલાલે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, યતીન શાહે દિપનભાઈની દીકરીને યુ.કે.માં અભ્યાસ માટે વિઝા અપાવવાની ખાતરી આપી હતી. તેણે યુ.કે. એમ્બેસીમાં ઓળખાણ હોવાનું જણાવી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. વિઝા પ્રક્રિયા માટે બેંક ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર હોવાનું કહી, આરોપીએ દિપનભાઈની પત્નીના ખાતામાંથી રૂ. 21.95 લાખ પોતાના દીકરા અરહમ શાહના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જ્યારે પૈસા પાછા માંગવામાં આવ્યા, ત્યારે યતીન શાહે સીડીબી બેંકમાં રૂ. 22 લાખની એફ.ડી. કરાવ્યાનો ખોટો લેટર અને ICICI બેંકમાંથી રૂ. 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું બનાવટી લોન સેન્કશન લેટર આપ્યું હતું. તપાસ દરમિયાન સીડીબી અને ICICI બેંકના અધિકારીઓએ પુષ્ટિ કરી કે બંને દસ્તાવેજો બનાવટી હતા. આ પછી જ દિપનભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું. પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો કે યતીન શાહે મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડ, ફ્લેટ ઇન્વેસ્ટમેન્ટ અને એજ્યુકેશન લોનના બહાના હેઠળ અન્ય ઘણા લોકોને પણ છેતર્યા હતા. જેમાં રાકેશ ભટ્ટ પાસેથી રૂ. 30.70 લાખ, ધ્રુવ પટેલ પાસેથી રૂ. 5 લાખ, તેજલ માસ્ટર પાસેથી રૂ. 11.60 લાખ, સુનિલ પરમાર પાસેથી રૂ. 5.95 લાખ, સંદીપ શ્રીવાસ્તવ પાસેથી રૂ. 3.50 લાખ, સ્નેહલ પટેલ પાસેથી રૂ. 4.30 લાખ, અલ્પેશકુમાર શાહ પાસેથી રૂ. 24.30 લાખ, રોમેશ ત્રિવેદી પાસેથી રૂ. 13.90 લાખ અને નરેન્દ્ર પટેલ પાસેથી રૂ. 7.25 લાખનો સમાવેશ થાય છે. આમ, તેણે કુલ રૂ. 1.24 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. વર્ષ 2024માં સી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ મલેશિયા ભાગી ગયો હતો. ભરૂચ સી-ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરીને તપાસ શરૂ કરી હતી. આરોપી ભારત પરત ફરતો હોવાની ગુપ્ત માહિતી મળતા, બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી ભરૂચ લાવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉએ ચેન્નઈને 204 રનનો ટાર્ગેટ આપ્યો:LSGના જોશ ઇંગ્લિસની 85 રનની તોફાની બેટિંગ તો CSKના ઓવરટની 3 વિકેટ સાથે ઘાતક બોલિંગ
    Next Article
    સુજાણપુરમાં વાલ્મીકિ સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ:14 નવદંપતીઓએ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment