Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી કરી:વધુ એક કોન્ટ્રાક્ટરને ઝડપી પાડ્યો, 32.85 લાખ વસૂલવાના બાકી

    1 day ago

    મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિ આચરવા બદલ સીઆઈડી ક્રાઇમે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. આ કૌભાંડ 123 કરોડ રૂપિયાનું છે. હિમસાગર કન્સ્ટ્રક્શન નામની કંપની બનાવી ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર હેમંતકુમાર પરષોત્તમદાસ પટેલ પાસેથી સરકારને રૂપિયા 32,85,280.53 વસૂલવાના બાકી છે. આ ધરપકડ સાથે કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 65 પર પહોંચ્યો છે. આ અંગે 22 જૂને વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં વાસ્મોના 11 કર્મચારીઓ અને 41 કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત પાંચ સરપંચો, પાણી સમિતિના ત્રણ સભ્યો અને તલાટી તરીકે ખોટી ઓળખ આપી નાણાં ઉપાડનાર એક વ્યક્તિની પણ ધરપકડ થઈ છે. આ કૌભાંડમાં 714 ગામોમાંથી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં 25 મકાનો પર બુલડોઝર ફર્યું:તંત્રએ 9 કરોડની 3565 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી
    Next Article
    વેસ્ટ ઇન્ડિઝ ટીમે એક્સ્ટ્રા નાળિયેર પાણી માગ્યું:ઇન્દોરમાં 11 ઑક્ટોબરે ભારત સામે T-20 મુકાબલો; ડિહાઇડ્રેશનથી બચવા શાકાહારી ભોજન પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment