Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારીનો વધુ એક ઝટકો:રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતાં હોલસેલ મોંઘવારી દર 12.29%ને પાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

    1 day ago

    ઓક્ટોબરમાં દેશની હોલસેલ મોંઘવારીનો દર વધીને 12.29% પર પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં તે 11.39% હતો. એટલે કે, એક મહિનામાં મોંઘવારી દરમાં 0.90%નો વધારો થયો છે. હોલસેલ મોંઘવારીમાં સતત ત્રીજા મહિને વધારો થયો છે. તેનું કારણ પ્રાઇમરી આર્ટિકલ્સ એટલે કે રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવી છે. હોલસેલ મોંઘવારી દર 12.29% હોવાનો અર્થ એ છે કે જે સામાન ગયા વર્ષે આ સમયે જથ્થાબંધ બજારમાં 100 રૂપિયામાં મળતો હતો, તે આજે આશરે 112.29 રૂપિયાનો છે. પ્રાઇમરી આર્ટિકલ્સ અને ફ્યુઅલ એન્ડ પાવરના ભાવ વધ્યા હોલસેલ મોંઘવારીની સામાન્ય માણસ પર અસર હોલસેલ ફુગાવો લાંબા સમય સુધી વધેલો રહે તો મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો હોલસેલ ભાવો લાંબા સમય સુધી ખૂબ ઊંચા સ્તરે રહે તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ને નિયંત્રિત કરી શકે છે, જેમ કે કાચા તેલના ભાવમાં ઝડપી વધારાની સ્થિતિમાં સરકારે ઈંધણ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સમાં એક મર્યાદા સુધી જ ઘટાડો કરી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સાથે જોડાયેલા સામાનનું વજન વધારે હોય છે. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 6.09% રહી ઓક્ટોબરમાં દેશમાં રિટેલ મોંઘવારી દર વધીને 6.09% પર પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં તે 5.54% હતો. એટલે કે, એક મહિનામાં મોંઘવારી દરમાં 0.55%નો વધારો થયો. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર RBI દ્વારા નક્કી કરવામાં આવેલી 6%ની ઉપલી મર્યાદાને પણ પાર કરી ગયો છે. RBIએ દેશમાં મોંઘવારી દરની મર્યાદા 4%થી 6% નક્કી કરી હતી. મોંઘવારી બે પ્રકારની હોય છે ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક મોંઘવારી અને બીજી હોલસેલ મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) નો અર્થ એવી કિંમતો થાય છે, જે હોલસેલ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે.
    Click here to Read More
    Previous Article
    WWE Doubts Persephone’s AEW Deal As It Searches For More Bilingual Women
    Next Article
    ધમકીઓ વચ્ચે અમિતાભ બચ્ચનની રહસ્યમય પોસ્ટ:ફાયરિંગનું કાવતરું ઘડનારા 2 શૂટર્સની ધરપકડ બાદ કહ્યું- 'બચ ગએ!!'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment