Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર-દસાડા હાઇવે પર લક્ઝરી બસમાંથી 12.12 લાખનો દારૂ ઝડપાયો:₹22.17 લાખનો મુદ્દામાલ જપ્ત; ચાલક પકડાયો, એક ફરાર; કુલ 4 સામે ગુનો

    7 hours ago

    પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસે બાતમીના આધારે એક લક્ઝરી બસમાંથી 12.12 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. કુલ 6108 બોટલ મળી આવી હતી. પોલીસે લક્ઝરી બસ અને મોબાઈલ ફોન સહિત કુલ 22.17 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શંખેશ્વર-દસાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન બસ રોકવામાં આવી હતી. બસ ઊભી રહેતા જ ડ્રાઇવરની બાજુમાં બેઠેલો એક શખ્સ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો. પોલીસે બસ ચાલક બીજારામ ઓમારામ લાભુરામ ચૌધરી (30, જોધપુર) ને પકડી પાડ્યો. બસમાં ગુપ્ત ખાનાઓમાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો. પૂછપરછમાં સામે આવ્યું કે આ જથ્થો કિશનસિંહ દીપસિંહ ગોગાદેવ (જોધપુર) એ ભરી આપ્યો હતો. ફરાર થયેલ શખ્સ ધર્મપાલસિંહ કેસરસિંહ રાઠોડ (બાડમેર) હતો. આ દારૂ ગાંધીધામ પહોંચાડવાનો હતો. આ મામલે પકડાયેલ ચાલક, ફરાર શખ્સ, દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિત કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    માથા પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું, સ્થળે જ મોત:GSFC કંપનીના ગેટ પાસે એક્ટિવા ચાલકને ડમ્પરે અડફેટે લીધો, રોડ પર વાહન મુકીને ડ્રાઈવર ફરાર
    Next Article
    Harmanpreet Kaur Surpasses Mithali Raj In Elite List After Superb Century vs Zimbabwe In 2nd WODI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment