Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું:રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સમાંથી 3 કિલો કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો મળ્યો, સ્ટેટ GSTની કાર્યવાહી

    10 hours ago

    સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. અગાઉથી મળેલી બાતમીના આધારે મોબાઇલ સ્કવોડ ટીમે અમદાવાદના નારોલ પાસેથી ખાનગી લકઝરી બસોમાં અન્ય રાજયમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. 4.25 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સોના-ચાંદીનો જથ્થો નાના વાહનોમાં આગળ લઇ જવાના હતા ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેટ જીએસટી તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસમાં લઇ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડયો હતો. ત્યાં વળી આજે નારોલ વિસ્તારમાંથી 120 કિલો ચાંદીનો જથ્થો તેમ જ 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલાં કિંમતી પથ્થરો ઝડપી પાડયાં છે. આ જથ્થો નાના વાહનોમાં આગળ લઇ જવાના હતા. પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલાં આ જથ્થાં અંગેના કોઇ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કબ્જે લઇને માલ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તથા સંભવિત કરચોરીના એંગલથી પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે અને કરચોરી રોકવા રાજય વેરા ખાતું કટિબધ્ધ છે. સ્ટેટ જીએસટીએ 17 મેએ 280 કિલો ચાંદી ઝડપી હતી 17 મેી, 2026ની વહેલી સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી ગુજરાત ATSએ 5 કરોડની કિંમતની 180 કિલો ચાંદી ઝડપી પાડ્યું હતું. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ સ્ટેટ જીએસટીએ અમદાવાદથી રાજકોટ જતા 100 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આમ 12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપી લેવામાં આવ્યું હતું(વાંચો સંપૂર્ણ અહેવાલ).
    Click here to Read More
    Previous Article
    ટ્વિશા કેસઃ પતિ સમર્થ અને સાસુ ગિરિબાલા કોર્ટમાં હાજર:આજે બંનેની રિમાન્ડ પૂરી થઈ રહી છે; ગઈકાલે CBIએ રિક્રિએશન કર્યું હતું
    Next Article
    રાજ્યમાં વરસાદ-વાવાઝોડાનો હાહાકાર, દાહોદમાં સાઈન બોર્ડ પડતાં આધેડનું મોત:બનાસકાંઠામાં ભેંસ પર વીજળી પડી, પતરાના શેડ-વૃક્ષો ધારાશાયી; 4 દિવસ ભારે આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment