Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    120ની સ્પીડે જતી ક્રેટા કાર વીજપોલ સાથે અથડાઈ:પોરંબંદરમાં ચાલક વૃક્ષ ધરાશાઈ કરી ફરાર; કહ્યું- જેને જે કરવું હોય તે કરી લો, પોલીસ મારું કંઈ નહીં કરી શકે

    1 day ago

    પોરબંદરના માર્કેટ યાર્ડ નજીક એક ક્રેટા કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, કાર આશરે 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી રહી હતી. આ અકસ્માતમાં મહાનગરપાલિકાનો એક વીજપોલ તૂટી ગયો હતો અને રસ્તા કિનારે આવેલું એક વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કારચાલક કથિત રીતે નશાની હાલતમાં હતો. જ્યારે લોકોએ તેને વાહન ન ચલાવવાની સલાહ આપી, ત્યારે તેણે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો કે, "જેને જે કરવું હોય તે કરી લો, પોલીસ મારું કંઈ નહીં કરી શકે." સ્થાનિકોએ રાત્રે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે, આક્ષેપ મુજબ લાંબા સમય સુધી પોલીસ ઘટનાસ્થળે ન પહોંચી. આશરે એક કલાક બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે માત્ર મહાનગરપાલિકાની મિલકતને નુકસાન થયાની વિગતો સામે આવી છે. કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પોલીસની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલ-છત્રાલ હાઇવે પર રિક્ષા ગેંગનો તરખાટ:નજર ચૂકવી મહિલાના 2.10 લાખના દાગીના સેરવી ફરાર, કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    Happy Friendship Day 2026 Images, Wishes For Best Friend, Funny & Emotional Messages

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment