Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્યાસપુર મેટ્રો સ્ટે. પાસેના 120થી વધુ ઝૂંપડા આગથી ખાક:150થી 200 લોકો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી, ફાયરની 16 ગાડીઓ પહોંચી હતી

    1 day ago

    અમદાવાદ શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલ પસાર થાય છે. જ્યાં કેનાલની સમાંતર આવેલા ઝૂંપડાઓમાં આજે 10 જૂને બપોરે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. 120થી વધુ ઝૂંપડા આગમાં બળીને ખાક મળતી માહિતી પ્રમાણે, શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન પાસેના કેનાલની બાજુમાં ઝૂંપડાઓમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યાં આસપાસમાં 200થી વધુ ઝૂંપડાઓ છે. એમાંથી 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવતા ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. એટલે કે ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. આગ લાગતા જ 150થી 200 લોકો બહાર નીકળી ગયા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ઝૂંપડાઓ કુલિંગ પ્રોસેસ હાલમાં કરવામાં આવી રહ્યું છે. ઝૂંપડાઓમાં રહેતા આશરે 150થી 200 લોકો બહાર નીકળી ગયા હતા. અને ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેનને નોટિસ:ગેરકાયદે બાંધકામ બદલ 7 દિવસમાં ખુલાસો માંગ્યો
    Next Article
    Gujarat CMO Bomb Threat Live | મુખ્યમંત્રી ઓફીસને બોમ્બથી ઉડાવાની ધમકી કોણે આપી? | Gandhinagar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment