Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સાંતલપુરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ધોરણ 12 પાસ શખસ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો, SOGએ ₹24841ના મુદ્દામાલ સાથે પકડ્યો

    8 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુરમાં SOG પોલીસે એક બોગસ ડોક્ટરને પકડ્યો છે. આ 38 વર્ષીય શખ્સ ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 24,841 રૂપિયાની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો જપ્ત કર્યા છે. પાટણ SOG પોલીસની ટીમ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમને ગુપ્ત બાતમી મળી કે સાંતલપુર બસ સ્ટેન્ડ પાસે આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેક્સની એક દુકાનમાં ચલવાડા ગામનો લાખાભાઈ નાથાભાઈ રબારી ભાડેથી દુકાન ચલાવી રહ્યો છે. તે કોઈ પણ સરકારી માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર બીમાર લોકોની સારવાર કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે બે પંચો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મઢુત્રાના ફાર્માસિસ્ટને સાથે રાખીને દુકાન પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન દુકાનમાં એક શખ્સ ખુરશી પર બેઠેલો મળ્યો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ લાખાભાઈ નાથાભાઈ રબારી (ઉંમર 38, રહે. ચલવાડા, તા. રાધનપુર, જી. પાટણ) જણાવ્યું. પોલીસે જ્યારે તબીબી પ્રેક્ટિસ માટેના ડિગ્રી સર્ટિફિકેટ કે લાયસન્સ વિશે પૂછ્યું, ત્યારે તેની પાસે કોઈ માન્ય લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. તેણે જણાવ્યું કે તેણે માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તે માત્ર અનુમાન અને અનુભવના આધારે એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપીને લોકોની સારવાર કરતો હતો. પોલીસે દુકાનમાંથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, સિરપ, ડ્રોપ્સ, સીરીંજ અને અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન સહિત કુલ 24,841 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ દુકાન સાંતલપુરના નિરંજનભાઈ સંધવીની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી લાખાભાઈ નાથાભાઈ રબારી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 319(2) અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે મેગા મેડિકલ કેમ્પનું આયોજન:વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો અને મેગા મેડિકલ કેમ્પ યોજાયો, વૃક્ષારોપણ, ગૌપૂજન અને કેન્સર નિદાન વેન દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી, 500થી વધુ દર્દીઓએ લાભ લીધો
    Next Article
    Ambaji Bhadarvi Poonam Melo | ભાદરવી પૂનમ મેળાને લઈ BDDS ટીમ અને ડોગ સ્ક્વોડનું સઘન ચેકિંગ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment