Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 સિંહોનાં મોતએ PM મોદીની ચિંતા વધારી:વરસાદની આશંકા વચ્ચે IPL ફાઇનલનો મહાજંગ, જમવામાં કીડી નીકળતા મિત્રની ઘાતકી હત્યા; આવતીકાલથી વસતી ગણતરી

    8 hours ago

    IPL 2026ના ફાઈનલ મુકાબલામાં વરસાદની શક્યતા આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે IPL 2026નો ફાઈનલ મુકાબલો છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી મેચ જોવા ચાહકો અમદાવાદ પહોંચ્યા છે. જો કે આજની મેચમાં વરસાદની શક્યતાને પગલે ફેન્સ ચિંતિત બન્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ થશે ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ થશે.1 લાખથી વધું કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે. પ્રથમવાર વસતી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું આજે અધિક માસની પૂનમ હોવાથી શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. અંબાજીમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી. અમદાવાદના નવનિયુક્ત મેયરે પણ મા અંબાના શરણે શીશ ઝુકાવ્યું.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 12 સિંહોના મોતનો મામલો PM મોદી સુધી પહોંચ્યો ગીરમાં 12 સિંહોના મોતનો મામલો PM મોદી સુધી પહોંચ્યો છે. જેને પગલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ જસાધાર દોડી આવ્યો હતો. હાલ 20 જેટલા સિંહ સારવાર હેઠળ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે મહીસાગર, સુરત, અમદાવાદ, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મકાનની દીવાલ ધરાશાયી થતા બાળકીનું મોત નર્મદાના નાંદોદ તાલુકામાં મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી. લાછરસ ગામમાં એક રહેણાક મકાનની દીવાલ ધરાશાયી થતા 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.જ્યારે પરિવારના અન્ય સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જયંત પંડયાને બજરંગદળ પ્રમુખે ખુલ્લો પડકાર ફેંક્યો રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં તેનો વિરાધ કરનાર જયંત પંડયાને સુરત બજરંગદળ પ્રમુખે ખુલ્લો પડકાર ફેંક્યો છે. જય પટેલે કહ્યું કે, ખ્રિસ્તીઓ લૂલા-લંગડાને દોડતા કરે છે. મોટા પાયે અંધશ્રદ્ધા ફેલાવી ધર્માંતરણ કરે છે ત્યાં જઈને બતાવો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ST બસે બાઈકચાલકને કચડી નાખતા યુવકનું મોત ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલી ટુવા ચોકડી નજીક ST બસે બાઈકચાલકને કચડી નાખતા એક યુવકનું મોત નિપજ્યું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. બંને મરણપ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વેરાવળ સિવિલ હોસ્પિટલ પરથી કૂદી યુવકનો આપઘાત ગીર સોમનાથના વેરાવળની સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે પારિવારિક ઝઘડાને કારણે એક 19 વર્ષીય યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી પડતું મુકી આપઘાત કર્યો. આ ઘટના બની ત્યારે યુવક નશાની હાલતમાં હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરી તો યુવકને પતાવી દીધો અમદાવાદના વટવામાં એક યુવકે જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરી તો રૂમ પાર્ટનરોએ મળી તેને પતાવી દીધો. પહેલાં યુવકના માથામાં ઘા મારી બેભાન કર્યો અને પછી મોઢામાં કપડું ઠૂસી દીધું હતુ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Nepal PM says India, Nepal ‘encroached’ each other’s territories, triggers row
    Next Article
    વઢવાણના તેજસ્વી વિદ્યાર્થીઓનું સર્જન ગ્રુપ દ્વારા સન્માન:ધોરણ-10 ના સર્વજ્ઞાતીય ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment