Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભામાં વિપક્ષનો હોબાળો, કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત:PM મોદીએ કહ્યું- 56 નહીં, 28 વર્ષના યુવાન દેશનું સન્માન વધારી રહ્યા છે, સંસદ સત્ર પહેલાં રાહુલ પર વડાપ્રધાન મોદીનો કટાક્ષ

    एक दिन पहले

    ચોમાસુ સત્રનો આજે પહેલો દિવસ છે. સંસદની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ છે. આ પહેલા પીએમ મોદીએ સંસદના હંસ દ્વાર પર મીડિયાને 15 મિનિટ સંબોધન કર્યુ. પીએમ મોદીએ કહ્યું- ચોમાસું હોય કે ચોમાસુ સત્ર હોય, જો બંને પ્રો-એક્ટિવ હોય તો ખૂબ જ પ્રોડક્ટિવ રહે છે. તેનાથી દેશનું કલ્યાણ થાય છે. તેથી અમે એવી જ પ્રાર્થના કરીએ છીએ કે ચોમાસું અને ચોમાસુ સત્ર પ્રોડક્ટિવ રહે. પીએમએ કહ્યું- સંસદમાં તર્ક સાથે ચર્ચા થાય. દરેક અવાજને સન્માન મળે. હું તમામ સાંસદોને ગૃહમાં ચર્ચા માટે આમંત્રણ આપું છું. સત્રના પહેલા દિવસે હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષ સોનમ વાંગચુકના ઉપવાસ, NEET-UG પેપર લીક અને રામ મંદિરના દાન ચોરી સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના મોદીનો કટાક્ષ વડાપ્રધાનનો રાહુલ ગાંધી પર કટાક્ષ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું- હું કોઈ 56 વર્ષીય યુવકની વાત નથી કરી રહ્યો. હું દેશના એવા યુવા ઉદ્યોગસાહસિકોની વાત કરી રહ્યો છું જેમની સરેરાશ ઉંમર 28 વર્ષ છે... તેઓ અભિનંદનને પાત્ર છે, તેમાં કોઈ શંકા નથી. 56 નહીં, 28 વર્ષના યુવાન દેશનું સન્માન વધારી રહ્યા છે. તમે જાણો છો, ભારતમાં આત્મવિશ્વાસ વધારે છે. વિશ્વમાં ભારતની છબી સર્વત્ર સન્માનિત અને વ્યાપકપણે સ્વીકાર્ય બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્રના સાર્થક થવાની આશા વ્યક્ત કરી. મોદીએ અવકાશ ક્ષેત્રે ભારતની વધતી સિદ્ધિઓની પ્રશંસા કરતા કરી. તેમણે ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને દેશની અવકાશ ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાની પણ પ્રશંસા કરી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કર્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારતના એક યુવા સ્ટાર્ટઅપે ખૂબ મોટી સિદ્ધિ મેળવી છે. ભારતના યુવાનોએ અવકાશમાં નવી ઉડાન ભરી છે, ખૂબ મોટી સફળતા છે. ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ, 2 તસવીરો... સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. તેની શરૂઆત તોફાની રહેવાની શક્યતા છે. વિપક્ષ સોનમ વાંગચુકના ઉપવાસ, NEET-UG પેપર લીક, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), મોંઘવારી અને રામ મંદિરના ચઢાવાની ચોરી સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. આ તરફ CJPના સંસદ માર્ચને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. બીજી તરફ, સરકાર આ સત્રમાં 7 બિલ રજૂ કરશે. લોકસભામાં સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા સંબંધિત 'સુપ્રીમ કોર્ટ (સુધારા) બિલ' રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન સંબંધિત સુધારા બિલ રજૂ કરશે. આ વખતે ચોમાસુ સત્રમાં TMCના બળવાખોર સાંસદોની નવી પાર્ટી 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' પણ પહેલીવાર સંસદમાં જોવા મળશે. TMC છોડીને ભાજપમાં જોડાયેલા નવા સાંસદો રાજ્યસભામાં શપથ લેશે. સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદી સંસદ ભવનના હંસ દ્વાર પર મીડિયાને સંબોધિત કરશે. 18મી લોકસભાનું નવમું સંસદીય સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. 25 દિવસના આ સત્રમાં લોકસભા અને રાજ્યસભાની કુલ 19 બેઠકો પ્રસ્તાવિત છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસની પળેપળના અપડેટ માટે નીચેનો બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Cops detain AAP councillor as she prepares to leave for Parliament march with supporters
    Next Article
    સુરતના મહિલા AAP નેતાનું વાંગચુકના આંદોલનને સમર્થન:પાયલ સાકરીયા દિલ્હીના જંતર મંતર પહોંચ્યા, કહ્યું - શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment