Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિવોર્સી સાથે લિવ-ઈનમાં રહેતાં યુવકનો 12માં માળેથી કૂદી આપઘાત, CCTV:રાજકોટમાં રહસ્યમય બનાવ, યુવક રાત્રે પાર્ટનરની બહેનપણીના ફ્લેટ પર કેવી રીતે પહોંચ્યો?

    12 घंटे पहले

    રાજકોટના રૈયાગામ સ્મશાન નજીકની પામ યુનિવર્સ હાઈરાઈઝ બિલ્ડીંગના 12માં માળેથી ઝાંપલાવી નિમેષ ભંડેરી(ઉં.વ.42) નામના યુવકે આપઘાત કર્યો છે. મૃતકે ગત મોડી રાત્રે લિવ-ઇન પાર્ટનરની બહેનપણીના ઘરે જઈને 1.39 વાગ્યે ઝંપલાવ્યું હતું. બે સંતાનનો પિતા નિમેષ છેલ્લા અઢી વર્ષથી ડિવોર્સી આશા પાડલીયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતો હતો. નિમેષ આશાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. કાજલ અને આશા બંને એકબીજાની બહેનપણીઓ હોવાથી નિમેષ અને આશા અવારનવાર કાજલના ઘરે બેસવા માટે જતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે નિમેષ કાજલના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના તમામ સભ્યોને એમ જ હતું કે નિમેષ રૂમમાં સૂઈ ગયો છે. જોકે, મોડી રાત્રે કાજલની પુત્રી પાણી પીવા માટે જાગી ત્યારે તેણે જોયું કે નિમેષ રૂમમાં નથી આથી તેણે ગેલેરીમાંથી નીચે તરફ નજર કરી તો નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક કાલાવડ રોડ પરની આત્મિય કોલેજની સામે આવેલી નંદનવન સોસાયટીમાં રહે છે. નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને આ લગ્નજીવન થકી તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કૌટુંબિક વિવાદના કારણે માતા-પિતાએ નિમેષને છેલ્લા બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને હાલમાં તેમના પત્ની રેખા પોતાના બે બાળકો સાથે સાસુ-સસરા સાથે જ રહે છે. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જોગવડમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા:રાણીશીપના ઢાળીયા પાસેથી ₹13,250નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુનું સન્માન:બિલ્ડર્સ એસોસિએશને જિલ્લા પોલીસવડાની કાયદો-વ્યવસ્થાની મજબૂત કામગીરીને બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment