Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ધોરણ 12નું પરિણામ જાહેર:સામાન્ય પ્રવાહમાં 93.37%, વિજ્ઞાન પ્રવાહમાં 80.59% સફળતા

    1 week ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઑનલાઇન જાહેર કરાયું છે. રાજ્યસ્તરે ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.37 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 80.59 ટકા રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 8555 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 8537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 93.37 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. સામાન્ય પ્રવાહના પરિણામ મુજબ, A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 454, B1માં 1073, B2માં 1843, C1માં 2347, C2માં 1835, D ગ્રેડમાં 341 અને E1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લામાં કુલ 584 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બીજી તરફ, વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 80.59 ટકા નોંધાયું છે. આ પ્રવાહમાં કુલ 2974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહના પરિણામ મુજબ, A1 ગ્રેડમાં 41 અને A2 ગ્રેડમાં 251 વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ પ્રવાહમાં કુલ 579 વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે. આમ, ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ રાજ્યની સરેરાશ કરતાં વધુ રહ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ રાજ્ય સરેરાશ કરતાં થોડું ઓછું નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    આજે પણ અમદાવાદ-ગાંધીનગરમાં પારો 41ને પાર:ગુજરાતની આસપાસ 3 સિસ્ટમ સક્રિય થતા નાગરિકોને રાહત, ગરમીમાં આંશિક ઘટાડો છતાં બફારો યથાવત
    Next Article
    વલસાડમાં ધોરણ-12નું ઉત્તમ પરિણામ:વિજ્ઞાન પ્રવાહમાં 74.51%, સામાન્ય પ્રવાહમાં 90.39% વિદ્યાર્થીઓ પાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment