Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ:વિદ્યાર્થિનીઓએ બાજી મારી, ફિઝિકસ અને આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ

    2 days ago

    ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. 1 લાખ 32 હજાર પૈકી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. A ગ્રુપમાં 695 વિદ્યાર્થી, B ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના કુલ 1233 અને B ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. આ રિઝલ્ટમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થિની પાસ થઈ છે. તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થિની પાસ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે. 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિકસમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે. ચાર મુખ્ય વિષયમાંથી ફિઝિક્સમાં સૌથી વધુ વિદ્યાર્થી ફેલ 12 સાયન્સના 4 મુખ્ય વિષયમાં સૌથી વધુ પરિણામ મેથ્સનું 92.76 ટકા આવ્યું છે. જ્યારે 88.91 ટકા સાથે બાયોલોજી બીજા નંબરે તો 85.94 ટકા સાથે કેમિસ્ટ્રી ત્રીજા અને 85.27 ટકા પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે છે. 12 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ વિદ્યાર્થી ફેલ ધોરણ 12 કોમર્સના મુખ્ય ચાર વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 98.24 ટકા, વાણિજ્ય વ્યવસ્થા 97.10 ટકા રિઝલ્ટ સાથે બીજા નંબર પર છે. 95.32 ટકા રિઝલ્ટ સાથે એકાઉન્ટ ત્રીજા અને 93.40 ટકા પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે. ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું 98.62% આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદના લીમડીનું 42.98% આવ્યું હતું. સૌથી વધુ 94.85% પરિણામ મોરબી જિલ્લાનું આવ્યું હતું, તો સૌથી ઓછું 57.44% પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું હતું. 209 સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. 22 સ્કૂલનું 10% કરતા પણ ઓછું પરિણામ આવ્યું હતું. ગુજરાતી મીડિયમનું 84.32% અને અંગ્રેજી મીડિયમનું 85.13% રિઝલ્ટ આવ્યું હતું. A ગ્રુપનું 90.79%, B ગ્રુપનું 79.87% અને AB ગ્રુપનું 69.44% રિઝલ્ટ આવ્યું હતું. 1,576 વિદ્યાર્થી A1 અને 11,756 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ 100% ચાર કેન્દ્રમાં આવ્યું છે. જેમાં બનાસકાંઠાના તડાવ, બોટાદનું કોટડા, નવસારીનું કાંગવાઈ અને ગીર સોમનાથના પ્રશ્નાવાડા કેન્દ્રનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદના કારઠ કેન્દ્રનું 64.88% આવ્યું હતું. સૌથી વધુ 97.88% પરિણામ ડાંગ જિલ્લાનું આવ્યું હતું, તો સૌથી ઓછું 87.10% પરિણામ અમદાવાદ શહેરનું આવ્યું હતું. 2030 સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. 13 સ્કૂલનું 10% કરતા પણ ઓછું પરિણામ આવ્યું હતું. રિઝલ્ટની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    SCએ ટ્રાન્સજેન્ડર એક્ટ સુધારા પર કેન્દ્ર-રાજ્યોને નોટિસ આપી:'સેલ્ફ આઇડેન્ટિફિકેશન' ખતમ કરવાનો આરોપ, સુપ્રીમ કોર્ટે 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો
    Next Article
    24 વર્ષથી શિક્ષણ અધિકારી વગરનું મનપા:જૂનાગઢ મહાનગરપાલિકામાં 24 વર્ષથી શિક્ષણ અધિકારીની પોસ્ટ ગાયબ; મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોવાના વિરોધ પક્ષના ગંભીર આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment