Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીમાં 12મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો:'સ્વસ્થ વૃદ્ધત્વ' થીમ સાથે વિવિધ વિભાગો જોડાયા

    4 दिन पहले

    સમી તાલુકામાં 12મો વિશ્વ યોગ દિવસ 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' (Yoga for Healthy Ageing) થીમ સાથે ઉજવાયો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમીના પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સરકારી કચેરીઓ, સુરક્ષાકર્મીઓ અને યુવાનોએ ભાગ લીધો. આ 12મો તાલુકા કક્ષાનો યોગ ઉત્સવ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને કોલેજના એન.એસ.એસ. યુનિટ, શારીરિક શિક્ષણ તેમજ યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કોલેજના આચાર્ય, મામલતદાર, તાલુકાના પદાધિકારીઓ અને સદસ્યોએ નાગરિકો સાથે યોગ કર્યા. કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, પી.એસ.આઇ., જી.આર.ડી. સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડીના બહેનો પણ જોડાયા હતા. તાલુકાની પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ પણ યોગ કર્યા. યોગના માસ્ટર ટ્રેનર ડૉ. જાગૃતિબેન પ્રજાપતિએ ઉપસ્થિતોને યોગાસનો કરાવ્યા અને માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે,"યોગ એ માત્ર શારીરિક ક્રિયા નથી, પરંતુ નિરોગી અને સંતોષી જીવન જીવવા તેમજ 'સ્વસ્થ વૃદ્ધત્વ' પ્રાપ્ત કરવા માટેની એક જીવનશૈલી છે. તેમણે ઉમેર્યું કે યોગ જીવનના દરેક વર્ષને જીવવા જેવું અને ઊર્જાવાન બનાવે છે."
    Click here to Read More
    Previous Article
    ઇમેજ સ્કૂલમાં ફાધર્સ ડેની ઉજવણી:પ્રિ-પ્રાઇમરીના બાળકોએ પિતા સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી
    Next Article
    ઇમેજ ઇંગ્લિશ સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી:સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment