Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિઝનેસ લોન કરાવાનું વચન આપી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી:6.25 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને ઠગાઈ, વડોદરામાં ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ

    10 hours ago

    વડોદરા શહેરમાં બિઝનેસ લોન અપાવવાના બહાને ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ રૂ. 12.08 લાખ પડાવીને છેતરપિંડી આચરી છે. આ મામલે 3 આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાએ વાત કરીને 6.25 કરોડની લોન આપવાની વાતમાં ફસાવ્યા વડોદરા શહેર નજીક સેવાસી રોડ સ્થિત ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી યશુ ભગવાનદાસ જિંદાલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં આવેલી પોતાની 'સાલાસર મેટલ્સ' નામની કંપની ચલાવે છે. નવેમ્બર 2024 દરમિયાન તેમને એક ફાઇનાન્સ કંપની તરફથી વનિતાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં કંપની દ્વારા બિઝનેસ માટે રૂ.6.25 કરોડ સુધીની લોન આપવાની વાત કરવામાં આવી હતી. વેરીફિકેશન અને પ્રોસેસિંગ ફી સહિતના ખર્ચના નામે રુ. પડાવ્યા આ અંગે વધુ ચર્ચા કરવા તેમને વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા ગ્લેસિયર કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસે ગયા હતા. ત્યાં કંપનીના પ્રતિનિધિઓએ લોન પ્રક્રિયા, સ્થળ વેરીફિકેશન અને પ્રોસેસિંગ ફી સહિતના ખર્ચના નામે વિવિધ તબક્કામાં રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી દ્વારા તા.5 ડિસેમ્બર 2024ના રોજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂ.5 લાખ તથા તા.6 ડિસેમ્બર 2024ના રોજ રૂ.1.50 લાખ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. 2.40 લાખ રોકડ ચૂકવ્યા હતા ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતા ભાવના ગજાનંદ ભટ્ટના ખાતામાં 27 ડિસેમ્બર 2024ના રોજ રૂ.3 લાખ અને 28 ડિસેમ્બર 2024ના રોજ રૂ.50 હજાર રૂપિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ વેરીફિકેશનના બહાને શ્રેયશ ઉર્ફે સાહીલ મીઠા નામના કર્મચારીને રૂ.2 લાખ તથા અન્ય ખર્ચના નામે રૂ.8 હજાર આપવામાં આવ્યા હતાં. તેમજ કંપનીના મેનેજર જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ રમણભાઈ સોનીને રૂ.2.40 લાખ રોકડ ચૂકવવામાં આવ્યા હતા. પરત ન આપીને 12.08 લાખ ખંખેર્યા આ રીતે ટુકડે ટુકડે અને અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ રૂ.14.48 લાખ લેવામાં આવ્યા હતા. જેમાંથી બાદમાં જિગ્નેશભાઈ સોનીએ રૂ.2.40 લાખ પરત આપ્યા હતા. બાકી રહેલા રૂ.12.08 લાખ આજદિન સુધી પરત આપ્યા નહોતા અને લોન પણ મંજૂર કરાવી આપી નહોતી. છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વડોદરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સંગઠિત રીતે લોન અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા હોય પોલીસે ખાનગી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શાપર અને રાવકીમાંથી ગાંજાના જથ્થા સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા:રાજકોટમાં બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનુ દબાણ કરતા પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
    Next Article
    18 લાખની છેતરપિંડીના આક્ષેપ સાથે વેપારીને ધમકી:દીકરાનું અપહરણ કરી પરિવારને જાનથી મારી નાખવાની શખસે ધમકી આપી, વેપારીએ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment