Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું:12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણની ઉજવણી કરાઈ

    3 days ago

    હિંમતનગર ટાઉન હોલ ખાતે '12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના' અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. સંમેલનમાં પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ આજે છેવાડાના નાગરિકોના સશક્તિકરણનું માધ્યમ બની છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી 'ચૂંટાયેલા' વડાપ્રધાન રહેવાનો અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો છે, જે તેમના પ્રત્યેના જન-વિશ્વાસનું પ્રતીક છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતે વૈશ્વિક સ્તરે યોગને અનન્ય ઓળખ આપી દેશનું ગૌરવ વધાર્યું છે. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવી દિલ્હીમાં રાજપથનું નામ બદલીને 'કર્તવ્ય પથ', રેસકોર્સ રોડનું નામ 'લોક કલ્યાણ માર્ગ' અને મુઘલ ગાર્ડનનું નામ 'અમૃત ઉદ્યાન' કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા સ્થાનોને સેવાતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે અને જૂના કાયદાઓ બદલીને ઇન્ડિયન પીનલ કોડના સ્થાને 'ભારતીય ન્યાય સંહિતા' લાગુ કરવામાં આવી છે. તેમણે વંદે ભારત ટ્રેનો અને ડિજિટલ ભારત અભિયાન થકી સામાન્ય નાગરિકોની સુવિધામાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, વીતેલા વર્ષોમાં દેશમાં માળખાકીય સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ભારતીય રેલવેનું આધુનિકીકરણ અને વ્યાપક સડકોના નિર્માણથી અંતરિયાળ વિસ્તારો પણ દેશની મુખ્યધારા સાથે જોડાયા છે. હાઈવે નેટવર્કના વિસ્તરણથી વાહનવ્યવહાર ઝડપી બન્યો છે, જેની સીધી અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ડિજિટલ યુગમાં સરકારે ગામે-ગામ ટાવર કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ સુવિધા પર વિશેષ ભાર મૂકીને ગ્રામીણ ક્ષેત્રોને હાઈટેક અને મજબૂત બનાવ્યા છે. આનાથી છેવાડાના વિસ્તારોમાં પણ નેટવર્ક સુવિધા સુલભ બની છે અને લોકો ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યા છે. કાર્યક્રમના અંતે આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા સહિત વિવિધ પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતીની ઠગાઈ:શેરબજારમાં વધુ નફાની લાલચ આપી ભાણેજે મામા અને તેમના પરિવારને 10 કરોડનો ચૂનો લગાવ્યો
    Next Article
    Dwarka administration in action | દ્વારકામાં ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment