Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેનના જંગલમાં આગ, 12નાં મોત:કારમાં 4 લોકો જીવતા ભડથું થયા, 19 હજુ પણ ગુમ; ઇલેક્ટ્રિક વાયરથી આગ લાગવાની આશંકા

    1 day ago

    સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા અંદાલુસિયામાં શુક્રવારે લાગેલી ભીષણ જંગલની આગમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે, 19 લોકો હજુ પણ ગુમ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સ્પેનની સૌથી મોટી જંગલની આગની ઘટનાઓમાંથી એક છે. રોઇટર્સ અનુસાર, એક ગાડીમાં ચાર લોકો જીવતા સળગી ગયા. તેમની કારનું સ્ટીયરિંગ વ્હીલ જમણી બાજુ હતું, જેના કારણે તેઓ બ્રિટિશ લાગી રહ્યા હતા. જ્યારે, પોતાની કાર છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા 7 લોકો પણ મૃત હાલતમાં મળી આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ નિર્ધારિત નિકાસ માર્ગને બદલે બીજા રસ્તેથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું. અંદાલુસિયાની ઇમરજન્સી સર્વિસે શરૂઆતી કોલના આધારે જણાવ્યું કે વીજળીના તૂટેલા વાયરથી આગ લાગી, જે ઝડપથી જંગલમાં ફેલાઈ ગઈ. બીજી તરફ, વીજળી કંપની એન્ડેસાના પ્રવક્તાએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે તપાસમાં જે કેબલની વાત થઈ રહી છે, તેમાં વીજળીનો પ્રવાહ જ નહોતો. તેથી આગના અસલી કારણની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ભીષણ આગની 4 તસવીરો યુરોપમાં હીટવેવથી જંગલની આગનો ખતરો વધ્યો આ વર્ષે યુરોપમાં સતત પડી રહેલી ભીષણ ગરમી અને હીટવેવે જંગલની આગનો ખતરો ઘણો વધારી દીધો છે. ફ્રાન્સની સિવિલ પ્રોટેક્શન એજન્સીના પ્રમુખ જુલિયન મેરિયને કહ્યું કે 2026નો વાઇલ્ડફાયર સીઝન અસામાન્ય રીતે ઝડપી શરૂઆત સાથે આવ્યો છે. તેમના મતે શિયાળા અને વસંતમાં થયેલા સારા વરસાદથી ઉગેલી ગાઢ વનસ્પતિ હવે સતત પડી રહેલી ગરમીમાં સુકાઈ ગઈ છે અને આગ માટે ઇંધણનું કામ કરી રહી છે. ફ્રાન્સમાં આ વર્ષે અત્યાર સુધીમાં 8,000થી વધુ આગની ઘટનાઓમાં લગભગ 100 ચોરસ માઇલ વિસ્તાર બળી ગયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ બમણો છે. ફ્રાન્સ-સ્પેન સરહદ પર પાયરેનીઝ ક્ષેત્રમાં લાગેલી આગને કારણે 10 હજારથી વધુ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. જ્યારે સ્પેનના મલાગા ક્ષેત્રના બેનહાવિસ કસબામાં પણ જંગલની આગને કારણે લગભગ એક હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    Tech Launches (July 10, 2026): ASUS Vivobook AI PCs, Dell Pro Precision workstations, and more
    Next Article
    સુપ્રીમ કોર્ટમાં વકીલની ડાગળી ચસકી, CJIને ગાળો ભાંડી:જજને આદેશ આપવા લાગ્યો, કાગળો ઉછાળ્યા; સિક્યોરિટીએ ખેંચીને બહાર કાઢ્યો, કોર્ટે અવમાનનાની કાર્યવાહી ન કરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment