Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસનું 4મેએ પરિણામ:સવારે 10 વાગ્યે બોર્ડ જાહેરાત કરશે, વોટ્સએપથી પણ જાણી શકાશે

    9 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની વિવિધ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ સોમવાર, 4 મે, 2026ના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન યોજાયેલી આ પરીક્ષાની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓ માટે હવે મહત્વનો દિવસ આવી પહોંચ્યો છે. તમામ પ્રવાહનું એકસાથે પરિણામ જાહેર કરાશે બોર્ડ દ્વારા જાહેર થનારા પરિણામોમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનો સમાવેશ થાય છે. આ સાથે જ GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ એ જ દિવસે જાહેર થશે. બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર પરિણામ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે. ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ સાથે બોર્ડે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી વોટ્સએપ પર જ પરિણામ મેળવી શકશે. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળતાથી પરિણામ મેળવવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    પુણેમાં 4 વર્ષની બાળકી પર રેપ, પથ્થર મારીને હત્યા:65 વર્ષના વ્યક્તિની ધરપકડ, નાનીના ઘરે વેકેશન મનાવવા આવી હતી
    Next Article
    ભાડજ ઇસ્કોન મંદિરમાં શ્રી નરસિંહ જયંતિ મહોત્સવ ઉજવાયો:108 કળશ અને સાત પવિત્ર નદીઓના જળથી અભિષેક કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment