Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ:12 જિલ્લામાં કરા-ગાજવીજ સાથે વરસાદની આગાહી; ભારે પવન ફૂંકાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    23 hours ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે. વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે તમાકુના પાકને નુકસાન થયું છે. રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. આજે 12 કરા સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આજે પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આજે એટલે કે, 19 માર્ચે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદ રહી શકે છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે, 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદ રહી શકે છે. 24 કલાક બાદ તાપમાનમા વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ તાપમાનમા 4-5 ડિગ્રીનો વધારો થશે. આગામી ત્રણ કલાકની હવામાનની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ઓરેન્જ એલર્ટમાં મધ્યમ વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદ અને કરા પડી શકે છે, અહીં વીજળી પડવાની શક્યતા 30થી 60% જેટલી રહેલી છે. હળવો વરસાદ અને ગાજવીજ માટે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ (5 mm/hrથી ઓછો) અને ગાજવીજની શક્યતા છે, જ્યાં પવનની ગતિ 40 કિમીથી ઓછી રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ગીરમાં સોમનાથ, દીવ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Pakistan Airstrike on Kabul : Afghanistan-पाकिस्तान में Ceasefire, Eid ul-Fitr तक...| Taliban | War
    Next Article
    આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી, પડતર પ્રશ્ને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન:સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ, માગણી ન સંતોષાય તો વિધાનસભાના ઘેરાવની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment