Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12મી જુલાઇ સુધી તમામ રૂટ પર નિ:શુલ્ક મુસાફરીની સુવિધા:સેવા શરૂ થયાના પ્રથમ દિવસે જ ઇ- બસમાં 3500 લોકોની મુસાફરી

    एक दिन पहले

    ગાંધીનગર શહેરમાં ભારત સરકારની ''પીએમ ઈ-બસ સેવા'' યોજના હેઠળ શરૂ કરાયેલી આધુનિક ઇલેક્ટ્રિક બસ સેવાને પ્રથમ દિવસથી જ નાગરિકોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લીલી ઝંડી મળ્યા બાદ શહેરમાં કુલ 40 સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો વિવિધ રૂટ પર નિયમિત દોડતી થઈ છે. મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને બસોમાં અનામત બેઠકો, વ્હીલચેર રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ ડિજિટલ ટિકિટિંગ વ્યવસ્થાના કારણે ક્યુઆર કોડ અને યુપીઆઈ મારફતે કેશલેસ ચુકવણીની સગવડ પણ આપવામાં આવી છે. વધુમાં વધુ નાગરિકો આ નવી સેવાનો અનુભવ કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા આગામી 12 જુલાઈ સુધી તમામ મુસાફરો માટે ઇ-બસમાં મુસાફરી સંપૂર્ણ નિઃશુલ્ક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત બાદ શહેરવાસીઓએ પણ આ સેવાને ઉત્સાહપૂર્વક આવકારી છે. સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જ અંદાજે 3500થી વધુ મુસાફરોએ ઇ-બસમાં સફર કરી હતી, જે શહેરમાં જાહેર પરિવહન અંગેના વિશ્વાસ અને આકર્ષણનો પુરાવો છે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Netherlands vs Morocco, FIFA World Cup 2026 Live Score: Issa Diop scores Morocco’s equaliser in 91st minute
    Next Article
    સિટી ડેવલપમેન્ટ રિપોર્ટ:ઉત્તર ગુજરાતના 3 પ્રોજેક્ટ આ વર્ષે પૂરા થશે, પાલનપુરના કુંપર (ભા) ધાણધા વચ્ચે કોઝ વે પ્રોજેક્ટ 2027માં પૂરો થશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment