Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપુરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂતોની બેઠક:વીજપોલના વળતરના નવા પરિપત્રની ચર્ચા-વિચારણા, 'આંદોલન પાર્ટ-3' માટે ગુજરાત સ્તરની નવી 'આંદોલન કમિટી' રચાશે

    1 day ago

    મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર મામલે 'આંદોલન પાર્ટ 3' ના મંડાણ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જેતપર ગામની રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સરકાર દ્વારા વીજપોલના વળતર માટે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ઉપરાંત ચર્ચા વિચારણને અંતે વીજપોલ વળતરનું આંદોલન રાજ્યવ્યાપી બનાવવા નીતિ ઘડાશે. જેમાં રાજ્યસ્તરની 'આંદોલન કમિટી' રચના કરવામાં આવશે. વીજપોલ અને વાયરના વળતર સામે ખેડૂતોમાં રોષ મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવા અને વીજ વાયર પાથરવાની કામગીરી ચાલી રહી છે. ખેતરોમાં ઊભા કરાતા વીજપોલ અને પસાર થતા લાઈનના બદલામાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાથી વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. આ અગાઉ યોગ્ય વળતરની માંગ સાથે જેતપર ગામે ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કર્યું હતું. જોકે, 19મા દિવસે ખેડૂતોની તબિયત લથડતાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પારણા કરાવાયા હતા. નવા પરિપત્રથી અસંતોષ વચ્ચે આજે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે રાત્રે 9:00 વાગ્યે 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્તરની નવી આંદોલન સમિતિ રચાશે આગામી વ્યૂહરચનાના ભાગરૂપે બીજી બેઠક યોજાશે. જે 9 તારીખે રાત્રે 9 વાગ્યે વધુ 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાશે. જેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો ભાગ લેશે. તમામ જિલ્લાના ખેડૂતો સાથે ચર્ચા અને સર્વસંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની નવી 'આંદોલન કમિટી'ની રચના કરવામાં આવશે. આ કમિટી અંતર્ગત ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવા માટે 'આંદોલન પાર્ટ 3' ની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે. --- આ પણ વાંચો, પારણાં સાથે જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ-2 પૂર્ણ મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલતાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન-પાર્ટ 2ને 7 જુલાઈએ સમેટી લેવાયું હતું, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ જારી રાખવા નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવાનું એલાન કરી દીધું છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો આ પરિપત્ર ખેડૂત હિતેચ્છુ નથી પરંતુ કંપની હિતેચ્છુ છે : નેહુલ અમૃતિયા આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂતો સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂતો દ્વારા સરકારના આ નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે. આંદોલન પાર્ટ-3ની રણનીતિ આ અન્યાયી પરિપત્ર સામે હવે રાજ્યવ્યાપી લડત આપવા માટે ખેડૂતો સજ્જ બન્યા છે. આગામી દિવસોનું આયોજનમાં આગામી 8-9 જુલાઈ બુધવાર અને ગુરુવારે ગુજરાતના 23 જિલ્લાના ખેડૂત આગેવાનોને મોરબીના જેતપર ગામે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સરકારના નવા પરિપત્ર મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તેમાં કેવા ફેરફારો કરવાથી ખેડૂતોને મહત્તમ ફાયદો થઈ શકે તે અંગે આયોજન કરાશે. આ બેઠક બાદ એક નવી કમિટીની રચના કરવામાં આવશે, જેમાં ખેડૂતોનું હિત ઈચ્છતા, નિષ્પક્ષ અને પ્રમાણિક આગેવાનોનો સમાવેશ કરાશે. આ કમિટી આગામી દિવસોમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામે આરપારની લડાઈ લડશે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે “અમે અમારો હક લઈને જ જંપીશું. સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મનમાની સામે હવે આખું ગુજરાત એક થઈને લડત આપશે.”
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ક્યાંક મગરનું નાઇટ વોક તો ક્યાંક મગરોનું ઝુંડ દેખાયું:વાસણા-ભાયલી રોડના બંગલોઝમાં 9 ફૂટનો મગર ઘૂસ્યો, તાંદલજામાં પણ મગરની એન્ટ્રી, ઢાઢર નદીના પાણીમાં મગરોનું ઝુંડ દેખાતાં ફફડાટ
    Next Article
    "Did Wrong, Was Punished": Bengal Rape-Murder Accused's Mother On His Encounter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment