Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપાઈ:રાજ્યના પહેલા આઈટી પાર્કનું લોકાર્પણ, નીલગાયને બચાવવા જતા ત્રણનાં મોત, રકાબીએ ખોલ્યો હત્યાનો ભેદ

    2 सप्ताह पहले

    અમિત શાહે રાજ્યના પહેલા આઈટી પાર્કનું કર્યું લોકાર્પણ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય ગહમંત્રી અમિત શાહે આજે 128 કરોડના ખર્ચે નવનિર્મિત મધુર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પહેલા ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન કર્યું હતું. જે રાજ્યનો પ્રથમ આઈટી પાર્ક કહેવાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટથી 70 હજારથી વધુ નોકરીઓ સર્જાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ‘NEET’વિવાદ વચ્ચે JEE એડવાન્સની પરીક્ષા દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે જરુરી ‘જેઈઈ એડવાન્સ’ની પરીક્ષા આજે યોજાઈ..નીટ પેપર લીક વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CM ભૂપેન્દ્ર પટેલે સેલ્ફ એન્યુમેરેશન કર્યું મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે સેલ્ફ એન્યુમરેશન કરી વસતી ગણતરીનો પ્રારંભ કરાવ્યો. 31 મે સુધી લોકો જાતે જ પોતાની માહિતી અરલોડ કરી શકશે. બીજા તબક્કાની વસતિ ગણતરી 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધાનેરાના ત્રણ યાત્રાળુઓના અકસ્માતમાં મોત રણુંજાથી દર્શન કરી પરત ફરતા ધાનેરાના ત્રણ યાત્રાળુઓના અકસ્માતમાં મોત થયા.જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાલોતરામાં ભારતમાલા રોડ પર નીલગાયને બચાવવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ, ગીતામંદિર બસ સ્ટેન્ડ પરથી ઝડપાઈ ચાંદી રાજકોટ એરપોર્ટ પરથી 180 કિલો ચાંદી ઝડપાઈ. તો સ્ટેટ GSTએ આ તરફ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી પણ 100 કિલો ચાંદીના બાચકા જપ્ત કરાયા. આ બંને વચ્ચે કનેક્શન છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈકનું બેલેન્સ બગડતા ટ્રક નીચે આવી ગયો યુવક સુરતમાં બાઈક પર કાબુ ગુમાવતા રત્નકલાકાર ટ્રક નીચે આવી ગયો.. માથું કચડાઈ જતા યુવકનું મોત નીપજ્યું.. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારે ટક્કર મારતા બે યુવક 100 ફૂટ ફંગોળાયા વડોદરાના જામ્બુવા GEB કટ પાસે કારે એક્ટિવાને ટક્કર મારી.. બે યુવકો 100 ફૂટ દૂર ફંગોળાયા.. એક્ટિવા ભમરડાની જેમ ફરવા લાગ્યું.. રોડ પર ઘસડાતા બંને લોહીલુહાણ થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી ગાંજો અને વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજો અને વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો. બેંગકોકથી અમદાવાદ ફલાઈટમાંથી 6 કિલો ગાંજા સાથે એક શખસને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે અબુ ધાબીથી એરપોર્ટ આવેલા મુસાફર પાસેથી વિદેશી સિગારેટ મળી આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાલી રકાબીએ ઉકેલ્યો વૃદ્ધાની હત્યાનો ભેદ જૂનાગઢમાં ગળુ કાપીને કરાયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઘરમાંથી મળેલી ત્રણ ખાલી રકાબીના આધારે ઘટસ્ફોટ થયો. શેરબજારમાં નુક્શાન થતા યુવક વૃદ્ધા પાસે પૈસા લેવા ગયો હતો, જ્યાં બોલાચાલી થતા તેણે હત્યા કરી નાખી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 43.2°C સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું 15 મેએ તાપમાનમાં થયેલા સામાન્ય ઘટાડા બાદ ફરી ગરમીનો પારો ઉંચકાયો.સુરેન્દ્રગનગર 43.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું.24 કલાકમાં સુરતના તાપમાનમાં 3.4°C વધારો થયો.તો કમાટીબાગ ઝુમાં પ્રાણીઓ માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026 : संवाद के लिए तैयार हो गया Lucknow का मंच,कैसी है तैयारियां ? | Live
    Next Article
    ઉમરગામમાં ₹15 કરોડના ખર્ચે સાયન્સ કોલેજનું ભૂમિપૂજન:નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment