Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા ચૂંટણી- ઝારખંડમાં ક્રોસ વોટિંગ, ભાજપ સમર્થિત પરિમલ નથવાણીની જીત:કોંગ્રેસ ઉમેદવારની હાર; 12 રાજ્યોની 26 બેઠકોમાંથી 19 NDAને, 6 ઇન્ડિયા બ્લોકને મળી

    10 hours ago

    12 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો માટે ગુરુવારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તેમાંથી 19 બેઠકો NDAને, 6 ઇન્ડિયા બ્લોકને અને એક બેઠક મિઝોરમની ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને મળી. આ ચૂંટણીમાં NDA અને ઇન્ડિયા બ્લોકને એક-એક બેઠકનો ફાયદો થયો. 23 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. ગુરુવારે ઝારખંડની 2 અને મિઝોરમની એક રાજ્યસભા બેઠકોના પરિણામો આવ્યા. ઝારખંડમાં એક બેઠક NDA સમર્થિત અપક્ષ ઉમેદવાર ઉદ્યોગપતિ પરિમલ નથવાણી અને બીજી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ઉમેદવાર બૈદ્યનાથ રામે જીતી. રાહુલ અને હેમંત સોરેનનો ચક્રવ્યૂહ ધ્વસ્ત થયો આ ચૂંટણીને 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનના મોટા નેતાઓ માટે પ્રતિષ્ઠાની લડાઈ માનવામાં આવી રહી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે ધારાસભ્યોની સખત ઘેરાબંધી કરી હતી. કાગળ પર ગઠબંધન પાસે બહુમતીનો આંકડો સુરક્ષિત હતો, પરંતુ મતદાન સમયે પરિમલ પરિમલ નથવાણીની જમીની પકડ સામે આ બધી રણનીતિઓ વિખેરાઈ ગઈ. CPI (ML)ના મહાસચિવ દીપંકર ભટ્ટાચાર્યએ કોંગ્રેસ નેતા કે. રાજુના આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે માલેના બંને ધારાસભ્યોએ કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો છે. ક્રોસ વોટિંગની વાત સંપૂર્ણપણે ખોટી છે. અમે ગઠબંધન ધર્મનું સંપૂર્ણપણે પાલન કર્યું છે. RJD ના કેન્દ્રીય મહાસચિવ ભોલા યાદવે કહ્યું કે રાજુની ભાષા દુઃખદ છે. હું ત્યાં એજન્ટ હતો. મારી સામે ચાર ધારાસભ્યોએ બતાવીને મત આપ્યો છે. કોઈપણ તપાસ વિના રાજુ જેવા નેતાઓ કહે છે કે RJD એ દગો કર્યો છે. અમને નથી લાગતું કે સાંપ્રદાયિક તાકાતો સાથે હાથ મિલાવી શકાય. ઝારખંડમાં કેવી રીતે થયું મતદાન, આખું ગણિત સમજો ઝારખંડમાં 81 ધારાસભ્યો છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 28 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં NDA ના 24, JMM-કોંગ્રેસના ગઠબંધનના 56 અને JKLM નો એક ધારાસભ્ય છે. રાજ્યસભામાં NDA ને બહુમતી કરતાં 29 બેઠકો વધુ રાજ્યસભામાં NDA પાસે 151 બેઠકો થઈ ગઈ છે, જે બહુમતી કરતાં 29 વધુ છે. જ્યારે INDIA બ્લોકના ખાતામાં માત્ર 65 બેઠકો છે. અન્યના ખાતામાં 26 બેઠકો છે. TMC માં ભંગાણ પછી ત્રણ રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું છે, જેના કારણે ગૃહમાં 3 બેઠકો ખાલી પડી છે. ઉદ્યોગપતિ પરિમલ નથવાણી કોણ છે? પરિમલ નથવાણી તાજેતરમાં ત્રીજી વખત ઝારખંડમાંથી અપક્ષ સભ્ય તરીકે રાજ્યસભા માટે ચૂંટાયા છે. રાજ્યસભા સાંસદ તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ હશે: તેમના પ્રથમ બે કાર્યકાળ (2008-2014 અને 2014-2020) ઝારખંડમાંથી અપક્ષ સભ્ય તરીકે હતા અને તેમનો ત્રીજો કાર્યકાળ (2020 થી જૂન 2026) આંધ્ર પ્રદેશમાંથી YSR કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હતો. તેઓ કદાચ રાજ્યસભાના એકમાત્ર એવા સભ્ય છે જેઓ ત્રણ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. પરિમલ નથવાણી રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો રેકોર્ડ ધરાવે છે.વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વની વાપસી માનવામાં આવે છે. નથવાણીએ ઝારખંડને ઘણા વર્ષો પહેલાં જ પોતાની "કર્મભૂમિ" તરીકે જાહેર કરી છે. પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માં કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પણ છે. તેમણે ગુજરાતના જામનગરમાં વિશ્વનો સૌથી મોટો રિફાઇનરી કોમ્પ્લેક્સ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે RIL ના પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ્સ, રિટેલ કારોબાર, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઇપલાઇન અને ભારતના પશ્ચિમી રાજ્યોમાં જિયો મોબાઇલ નેટવર્ક માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની પરિયોજનાને પણ આગળ વધારી. હવે તેઓ ગુજરાતમાં RIL ના 'ન્યૂ એનર્જી' બિઝનેસનું પણ કામ સંભાળી રહ્યા છે. સપ્ટેમ્બર 2023 માં, નથવાણીએ 'ધ વન એન્ડ ઓન્લી ધીરુભાઈ અંબાણી' નામથી પોતાની પુસ્તક બહાર પાડી, જેમાં તેમણે મુકેશ અંબાણી સાથેના પોતાના અનુભવો અને તેમના વ્યક્તિત્વના અલગ-અલગ પાસાઓ - જેમ કે વિચારક, ઉદ્યોગસાહસિક, દૂરંદેશી, પરિવાર-પ્રેમી વ્યક્તિ, રોલ મોડેલ વગેરેને શેર કર્યા. ઝારખંડના વિઝન અને ભવિષ્યના રોડમેપ અંગે નથવાણીએ શું કહ્યું? રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: “અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે.”
    Click here to Read More
    Previous Article
    એકસાથે 5 સિસ્ટમ ચોમાસાને રોકી રહી છે:અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાંથી ભેજવાળી હવાઓ આગળ વધી રહી નથી, 19 રાજ્યો વરસાદ માટે તરસ્યા
    Next Article
    દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી:ગોધરામાં સાર્વત્રિક મેઘમહેર, મેસરી નદી બે કાંઠે વહેતા કોઝ-વે બંધ; ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment