Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢનો ડોસવાડા ડેમ સિઝનમાં બીજી વાર ઓવરફ્લો:નીચાણવાળા 12 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા, આવક જેટલી 2108 ક્યુસેક પાણીની જાવક

    8 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઐતિહાસિક ડોસવાડા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં તે ચાલુ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ પુનઃ છલકાતાં સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ખુશીની લહેર ફરી વળી છે. તંત્રના જણાવ્યા અનુસાર, ડેમમાં હાલ 2,108 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સામે 2,108 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. ડેમની જળસપાટી પૂર્ણ ભરાઈ જતાં વધારાનું પાણી નદીમાં વહી રહ્યું છે. 12 ગામોને એલર્ટ કરાયા ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 12 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનોને નદીના પટમાં ન જવાની અને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતો અને પશુપાલકોમાં રાહત ચાલુ ચોમાસાની સિઝનમાં બીજી વાર ડેમ ઓવરફ્લો થતાં આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે, જેને પગલે પંથકના ખેડૂતો અને પશુપાલકોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદી બે કાંઠે વહી:વીયર કમ કોઝવે પરથી 50 હજાર ક્યુસેક પાણી ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટીમાં વધારો
    Next Article
    પોરબંદર ક્રાઇમ અપડેટ:ખેડૂત સાથે રૂ.24.27 લાખની છેતરપિંડી, 18 વર્ષથી ફરાર આરોપી વારાણસીથી ઝડપાયો; બંધ મકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment