Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેદારનાથ મંદિરને પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો શણગાર:વડોદરાના 2100 વ્યક્તિની 45 દિવસની મહેનત; 33 શિવભક્તોએ 3 દિવસ શૃંગાર કર્યો, પૂર્વ MLA સ્વ.યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ

    14 hours ago

    શિવભક્ત અને માંજલપુરના પૂર્વ MLA સ્વ. યોગેશ પટેલ સ્થાપિત ‘સત્યમ શિવમ સુંદરમ સમિતિ’એ કેદારનાથ મંદિર પરિસરમાં પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો ભવ્ય અને દિવ્ય શણગાર કરીને યોગેશ પટેલનો એક પવિત્ર સંકલ્પ પૂર્ણ કર્યો છે. આ માટે નેપાળથી વડોદરા 12 લાખ રુદ્રાક્ષ મંગાવાયા હતા અને દોઢ મહિના સુધી 2100 લોકોએ મળીને રુદ્રાક્ષની માળા બનાવી હતી. ત્યારબાદ જન્માષ્ટમીની રાતે 33 શિવભક્તોની ટીમ કેદારનાથ જવા રવાના થઈ હતી. સમિતિના સભ્યોની 3 દિવસની અથાક મહેનત અને સહયોગથી જ્યોતિર્લિંગ કેદારનાથ ધામ ખાતે આ અભૂતપૂર્વ શૃંગાર કરાયો હતો. 3 તસવીરમાં 12 લાખ રુદ્રાક્ષની માળાનો શણગાર નેપાળથી રુદ્રાક્ષ આવ્યા તે પહેલા જ યોગેશ પટેલનું નિધન થયું સ્વ. યોગેશ પટેલે કેદારનાથ મંદિર ખાતે નેપાળથી ખાસ મંગાવેલા 12 લાખ અસલી રુદ્રાક્ષ ચડાવવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ આ રુદ્રાક્ષ આવી પહોંચે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. તેમના આ અધૂરા સ્વપ્નને પૂરું કરવા માટે પરિવારજનોએ તૈયારી દર્શાવી હતી. દોઢ મહિના સુધી 2100 લોકોએ માળા બનાવી વડોદરા ખાતે રુદ્રાક્ષની અલગ અલગ લંબાઈની માળાઓ બનાવવા માટે 2100 વ્યક્તિઓ સતત દોઢ મહિના સુધી કામે લાગ્યા હતા. રોજે રોજ આ કાર્યમાં સખી મંડળ, ભાવિક ભક્તો, તેમજ મંડળના સભ્યો જોડાયા હતા અને અથાગ પ્રયાસો થકી આ માળાઓ તૈયાર કરાઈ હતી. આખા મંદિરને શણગાર કરતા 3 દિવસ થયા વડોદરાથી સમિતિના સભ્યો 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીએ બસથી કેદારનાથ જવા રવાના થયા હતા. શ્રાવણના અંતિમ સોમવારે (7 સપ્ટેમ્બર) કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાં સતત 3 દિવસ સુધી કામગીરી ચાલ્યા બાદ 10 સપ્ટેમ્બરે કામ પૂર્ણ કરાયું હતું. તમામ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન કરીને 14 સપ્ટેમ્બરે સમિતિના તમામ સભ્યો સુરક્ષિત રીતે વડોદરા પરત ફર્યા હતા. વડોદરાથી ગયેલા સભ્યોએ જરૂરી પરવાનગી લીધા બાદ શ્રાવણના અંતિમ સોમવારથી પરિસરમાં શણગાર કર્યું હતું. ઉત્તરાખંડના CM પુષ્કર ધામીના મંત્રી મંડળ બાદ સ્થાનિક જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રા, SDM તેમજ મંદિર પરિસરના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. રુદ્રાક્ષ શૃંગારને જોઈને શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા કેદારનાથ મંદિરમાં સૌપ્રથમ વખત આખું મંદિર રુદ્રાક્ષથી શણગારવામાં આવ્યું હતું. આ અગાઉ માત્ર એક ભાગ રુદ્રાક્ષથી શણગારાયો હતો પરંતુ આ વખતે નંદી, રેલીંગ સહિતનો ભાગ શણગારાયો હતો. કેદારનાથ બાબાના ધામમાં આકારે લેવાયેલા આ અલૌકિક રુદ્રાક્ષ શૃંગારને જોઈને ત્યાં હાજર તમામ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા. કેદારનાથ મંદિર પરિસરના કિસાન ત્રિવેદી અને હેમંત દ્વિવેદીએ પણ સહયોગ આપ્યો હતો. સાવલી વાળા સ્વામીની પુણ્યતિથિએ કામ પૂર્ણ સમિતિના સભ્યોએ સતત ત્રણ દિવસ સુધી આ કામગીરી કરી હતી. જોગાનુજોગ આ કામગીરી સાવલીવાળા સ્વામીની પુણ્યતિથિએ પૂર્ણ થઈ હતી. આ ધાર્મિક સેવા દ્વારા સત્યમ શિવમ સુંદરમ સમિતિના સભ્યો તેમજ સ્વ. યોગેશ પટેલના પરિવારે દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સફળ આયોજનથી પૂર્વ ધારાસભ્યના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમના દ્રઢ સંકલ્પને સત્ય સાબિત કરીને શિવચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    "It Gives Me More Freedom": Woman Says Working Life Is Better Than College
    Next Article
    બનાસકાંઠામાં ગુલાબસિંહ V/S અમિત ચાવડા:સંગઠનની યાદી રદ થતા જિલ્લા પ્રમુખે કહ્યું- ગેનીબેનને નુકસાન કરવાનો પ્રયાસ, મને હટાવી દો; જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખનુ રાજીનામુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment