Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:હિતેન્દ્ર મોજિંદ્રાની 12 ઓક્ટો 2025 માં 62 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હતી છતાં સભ્ય કમિટીમાં નિર્ણયો લેતા રહ્યા

    19 hours ago

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોમન એક્ટ હેઠળ રચાયેલી બિલ્ડિંગ એન્ડ વર્કસ કમિટીમાં મોટો વહીવટી છબરડો સામે આવ્યો છે. કુલપતિ દ્વારા નિમણૂંક કરાયેલા ખાનગી એન્જિનિયર હિતેન્દ્ર મોજિંદ્રા 12 ઓક્ટોબર 2025 જ 62 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા હોવાનું માર્ચ 2026 માં આધાર કાર્ડની ચકાસણીમાં ખુલતા 24 માર્ચના રોજ તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરી હવે તેમને માત્ર સલાહકાર તરીકે રાખવાનો આદેશ કરાયો છે. યુનિવર્સિટીમાં 2024 માં નવા સ્ટેચ્યૂટ મુજબ બિલ્ડિંગ એન્ડ વર્કસ કમિટીમાં નિષ્ણાત તરીકે અમદાવાદના એન્જિનિયર હિતેન્દ્ર મોજિંદ્રાની નિમણૂંક સીધી કુલપતિના આદેશથી કરવામાં આવી હતી.જોકે,નિમણૂક સમયે તેમના કોઈ પણ સત્તાવાર દસ્તાવેજો કે વયના પુરાવા લેવાની તસ્દી વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી નહોતી. તાજેતરમાં તેમની ઉંમર બાબતે શંકા ઊભી જતાં રજીસ્ટ્રારની સૂચનાથી મેમ્બર સેક્રેટરીએ આધાર કાર્ડ મંગાવ્યું હતું.જેમાં તેમની જન્મ તારીખ 12-10-1963 હોવાનું બહાર આવ્યું હતું. સરકારના આદેશ મુજબ 62 વર્ષની મર્યાદા નક્કી કરાયેલ હોઈ 12-10-2025 ના રોજ તેમની 62 વર્ષની વય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી બાંધકામ વિભાગે દરખાસ્ત તૈયાર કરી હતી, જેના આધારે 24-3-2026 ના રોજ તેમને સભ્ય પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે બાંધકામ ક્ષેત્રે તેઓ બહોળો અનુભવ ધરાવતા હોય લાભ લેવા તેમને સલાહકાર તરીકે રખાયા છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વધુ એક સભ્યની વય મર્યાદા 62 વર્ષની પૂર્ણ થઈ છે. આ બાબત પણ યુનિવર્સિટીના ધ્યાનમાં આવી હોય કોઈ વિવાદ સર્જાય પૂર્વે આ સભ્યને પણ વય મર્યાદા ના નિયમ હેઠળ સભ્યપદમાંથી રદ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. નિમણૂંક સમયે ઉંમરની સ્પષ્ટતા ન હતી‎ કુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે તેમને નિષ્ણાત તરીકે નોમિનેટ કરવામાં આવ્યા તે સમયે ઉંમર બાબતે કોઈ સરકારની સ્પષ્ટતા ન હતી.નિમણૂક સમયે તેમની ઉંમર 62 વર્ષ થી ઓછી હતી.હાલમાં સરકારે ઉંમર મર્યાદા અંગે પાલન કરવા આદેશ કર્યો જે અનુસંધાન અગાઉ મુકેશ પટેલને મુક્ત કર્યા હતા.હવે હિતેન્દ્રભાઈની ઉંમર અંગે ધ્યાનમાં આવતા સભ્ય પદેથી મુક્ત કરાયા છે. પરંતુ તેમનો અનુભવનો યુનિ.ના ડેવલોપમેન્ટમાં જરૂર પડે ત્યારે લાભ મળે માટે સલાહકાર તરીકે રાખ્યા છે. વય મર્યાદા બાદ બે મિટિંગોમાં હાજર‎ યુનિવર્સિટી વર્તુળોમાં નિષ્ણાત સભ્યની વય મર્યાદાને લઈ ચર્ચાઓ શરૂ થઈ હતી. જેના પગલે 10 માર્ચે રજીસ્ટ્રાર દ્વારા વય મર્યાદા અંગે ખરાઈ કરવા આધારકાર્ડ ની ખરાઈ કરવા માટે નક્કી કરાયું હતું. પરતું યુનિવર્સિટીમાં તેમનું આધાર કાર્ડ જ ના હોય મંગાવવા આદેશ અપાયા હતા. મેમ્બર સેક્રેટરીએ સત્તાવાર રીતે આધાર કાર્ડ માંગ્યું અને આવતા તેની ચકાસણી કરી ત્યારે ખબર પડી કે એન્જિનિયરની વય મર્યાદા ઓક્ટોબર 2025 માં 62 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા હતા. તેમને સભ્યપદમાંથી દૂર કરાયા તે પૂર્વે બે બેઠકો યોજાઈ હતી.જેમાં પણ તેવો હાજર રહ્યા હતા. નિર્ણયોમાં તેમના મત સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:મહિલા સુરક્ષા અભિયાન : ગુજરાતની વાસ્તવિક ઘટનાઓને‎ એઆઈ વીડિયોના માધ્યમથી થિયેટરમાં મહિલાઓને બતાવી‎
    Next Article
    ગેસ સિલેન્ડરની પળોજળ:મહેસાણામાં ગેસ માટે હજુ, લાઇનો વેઇટિંગ લિસ્ટમાં 1800નો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment