Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની 12 બેઠક માટે કાલે ફોર્મ ભરાશે:2 ઓક્ટો. ગાંધી જયંતીએ કતલખાના બંધ અને ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફત પ્રવેશ

    1 week ago

    રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની 12 બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે 30 તારીખે સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન મેયર અને ચૂંટણી અધિકારી ડો. નેહલ શુકલ સમક્ષ ફોર્મ રજુ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના કુલ 12 ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. મનપાના કુલ 72 કોર્પોરેટરો આ ચૂંટણીમાં મતદાન કરી શકે છે, જેમાં એક ઉમેદવારને જીતવા 6 કોર્પોરેટરના સમર્થનની જરૂર હોય છે. હાલની સ્થિતિએ ભાજપ પાસે 65 અને કોંગ્રેસ પાસે 7 કોર્પોરેટરનું સંખ્યાબળ છે. આ ગણતરી મુજબ ભાજપને 11 અને કોંગ્રેસને 1 બેઠક સરળતાથી મળે તેમ છે. જો ભાજપ 11 ઉમેદવાર ઊભા રાખે તો સમિતિ સમરસ થશે, પરંતુ જો ભાજપ 12 બેઠકો પર ફોર્મ ભરાવશે તો ચૂંટણી યોજાશે. ભાજપે સ્નાતક ઉમેદવાર અને સરેરાશ 62 વર્ષની વયમર્યાદા જેવી ગાઇડલાઇન નક્કી કરી અને પ્રદેશમાં 35 નામો મોકલ્યા છે. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ કોંગ્રેસે પણ 24 કાર્યકરોની યાદી પ્રદેશ હાઈકમાન્ડને મોકલી છે. ચૂંટણી પ્રક્રિયામાં 1 થી 12 પ્રેફરન્સ મત આપવાના રહેશે, જેમાં સૌથી વધુ પ્રથમ ક્રમ મેળવનાર ઉમેદવાર વિજેતા બનશે. બંને પક્ષ ઉમેદવારોનાં નામની જાહેરાત ક્યારે કરે છે તેના પર સૌની નજર છે. ગાંધી જયંતી નિમિત્તે કતલખાના બંધ અને 12 વર્ષ સુધીના બાળકોને મ્યુઝિયમમાં મફત પ્રવેશ આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતીના પવિત્ર અવસરે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ સંપૂર્ણ બંધ રાખવા તથા માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ નિયમનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરાશે. બીજી તરફ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કૂલ) ખાતે 2 ઓક્ટોબરે 12 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની હડતાલ 9મા દિવસે પણ યથાવત ગ્રેડ-પે સુધારણાની માંગ સાથે રાજ્યભરના લેન્ડ રેકોર્ડ વર્ગ-3ના સર્વેયરો અને સિનિયર સર્વેયરોની અનિશ્ચિત મુદતની હડતાલ ૯મા દિવસે પણ ચાલુ રહી છે. આ હડતાલના કારણે સરકારી કચેરીઓમાં જમીન માપણી, નામના ફેરફાર અને બિન-ખેતી (NA) સહિતની કામગીરી અટકી પડી છે. આ આંદોલનને કોંગ્રેસના વિપક્ષી નેતા ડો. તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ શક્તિસિંહ અને સુરેન્દ્રનગરના સાંસદ શિહોરા સહિત 14 સાંસદો તથા ધારાસભ્યોએ લેખિત સમર્થન આપી કર્મચારીઓની માંગણીઓ સત્વરે ઉકેલવા સરકારને ભલામણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 4 કરોડની ઠગાઈ:​'હેલો ટ્રેડર્સ' નામની નકલી સાઈટમાં રોકાણ કર્યું, નફો અને મૂળ મૂડી વિથડ્રો ન થતા છેતરાયાની જાણ થઇ
    Next Article
    Shankarsinh Vaghela | શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસમાં જોડાય એવી અટકળ | Political News | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment