Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતા નાસભાગમાં આયોજકો સહિત 12 કસ્ટડીમાં, 19નાં મોત:એક્ઝિટ ગેટનો ભાગ ધરાશાયી થયો, અનાઉન્સમેન્ટથી મચી અફરાતફરી; પંડાલને મળ્યો હતો બેસ્ટ ઑફ બેસ્ટ એવોર્ડ

    2 days ago

    કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સાંજે વરસાદ શરૂ થતાં જ ભીડ વધવા લાગી. દબાણ વધવાને કારણે એક્ઝિટ ગેટનો એક ભાગ તૂટી પડ્યો. ત્યારે સુરક્ષાકર્મીઓએ સિટી વગાડવાનું શરૂ કરી દીધું. તેઓ બહાર નીકળવા માટેની જાહેરાત કરવા લાગ્યા. એવામાં નાસભાગ શરૂ થઈ ગઈ. દુર્ઘટનામાં 19 લોકોનાં મોત થયા, જ્યારે 25 લોકો ઘાયલ થયા. પંડાલની આ વખતની થીમ ‘બિયોન્ડ સાઉન્ડ’ હતી, જેના કારણે અંદર લગભગ અંધારું હતું. પ્રવેશ અને બહાર નીકળવા માટે એક-એક ગેટ હતો, જે સાંકડી ગલીઓમાં ખુલતો હતો. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના જણાવ્યા અનુસાર, આયોજકોના લાઉડસ્પીકર પર જાહેરાત થયા બાદ અફરાતફરી મચી હતી. 17 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. ઘાયલોમાંથી 24ની સ્થિતિ જોખમથી બહાર છે, જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસે આયોજકો સહિત 12 લોકોને અટકાયતમાં લીધા છે. દુર્ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા. તેઓ શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. હવે આજે સવારે 11 વાગ્યે કોલકાતા મેડિકલ કોલેજમાં દાખલ ઘાયલોને મળવા જશે.
    Click here to Read More
    Previous Article
    શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયેલાં 45 શ્રદ્ધાળુને ટ્રકે કચડ્યાં:MPમાં 15નાં મોત, માતાનો આરોપ- દીકરાનો શ્વાસ ચાલી રહ્યો હતો, પોલીસે ખાનગી હોસ્પિટલમાં લઈ ન જવા દીધો
    Next Article
    15,000 આહીરાણી પરંપરાગત પોશાકમાં 900 કિલો સોનુ પહેરી રાસ રમી:સાક્ષાત ભગવાન કૃષ્ણ સાથે રમતા હોવાનો બહેનોએ કર્યો દિવ્યરાસમાં અહેસાસ, ઘરેણાંથી ચમકી ઉઠ્યું રાજકોટનું ગરબા મેદાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment