Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીનો 12 વર્ષ જૂનો 13 વર્ષની સગીરાના અપહરણનો કેસ:પોલીસે 1800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોળ્યા, વસ્તી ગણતરીના બહાને ભોગ બનેલી યુવતીને શોધી; આરોપીની ધરપકડ

    10 hours ago

    વર્ષ 2014માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની એક સગીર બાળકીના ગુમ/અપહરણ અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી અજાણ્યો હોવાથી તપાસ અતિ પડકારરૂપ બની હતી. વિતેલા વર્ષો દરમિયાન આશરે 16 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર બદલાયા પરંતુ કેસનો ઉકેલ આવી શક્યો ન હતો. તાજેતરમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ બાદ ‘એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ’ દ્વારા આ જૂના કેસની દસ્તવેજો અને ટેકનિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. PI વી. પી. ગોલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના સુમેળથી 12 વર્ષ જૂના આ અતિ જટિલ કેસનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. જન્મતારીખના આધારે 1800 સોશિયલ મીડિયા પ્રોફાઈલની તપાસ પોલીસ પાસે માત્ર ગુમ થનાર બાળકીનો જૂનો ફોટો, જન્મતારીખ અને પરિવારની વિગતો હતી. PI વી.પી. ગોલની સૂચનાથી ખાસ કરીને મહિલા કર્મચારીઓની ટીમ બનાવીને સોશિયલ મીડિયા પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી. સગીરાની જન્મ તારીખના આધારે મહિલા કર્મચારીઓએ 1800 જેટલા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી તપાસ્યા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ આઈડી પર ભોગ બનનારની જન્મતારીખના દિવસે જ 'હેપી બર્થડે' વિશ કરતી એક પોસ્ટ મળી આવી. આ શંકાસ્પદ પ્રોફાઈલના એક ફોટામાં પાછળ એક રિક્ષા દેખાતી હતી. જે બાદ RTOમાંથી ગાડીના નંબરના આધારે તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. બેંક એકાઉન્ટ અને 12 વર્ષ જૂના ફોટાના આધારે કેસ સોલ્વ મળેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે વધુ ટેકનિકલ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, આ નંબર પરથી 'ગુજરાત ગ્રામીણ બેંક'માં એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે ભોગ બનનાર યુવતીનો ગુમ થયા સમયનો જ જૂનો ફોટો આપવામાં આવ્યો હતો. ફોટો મેચ થતાં પોલીસનો શંકા મજબૂત બની, પરંતુ યુવતી અને આરોપીનું ચોક્કસ સરનામું મળવાનું બાકી હતું. 'વસ્તી ગણતરી'ના બહાને 'પિયર પક્ષ'ની માહિતી મેળવી બેંકમાંથી મળેલી વિગતોને આધારે પોલીસ ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી. સ્થાનિક સ્તરે ઓળખ છતી ન થાય તે માટે પોલીસ કર્મચારીઓએ વસ્તી ગણતરીના શિક્ષક સ્ટાફ તરીકે શેરીઓમાં જઈ પૂછપરછ શરૂ કરી. 5-7 ઘરની તપાસ બાદ શંકાસ્પદ ઘર આવ્યું. જ્યાં યુવતી હાજર હતી પરંતુ તેણે પોતાનું નામ અલગ બતાવ્યું. પોલીસે ચતુરાઈ વાપરીને પૂછ્યું, "તમારા પિયરમાં નોંધણી થઈ ગઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, માટે પિયરના પિતાનું નામ આપો." યુવતીએ તેના પિતાનું સાચું નામ આપતાં જ ફરિયાદી સાથે નામ મેચ થઈ ગયું અને ગુમ થયેલી બાળકીની ઓળખ પાકી થઈ ગઈ. આ દરમિયાન રિક્ષા ચલાવવા ગયેલા આરોપીને પણ વસ્તી ગણતરીના બહાને ઘરે બોલાવીને પોલીસે તેની અટકાયત કરી હતી. ગુસ્સામાં ઘર છોડ્યાથી લઈ લગ્ન સુધીની સફર પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2014માં માતા સાથે મનદુઃખ થતાં સગીરા ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી. તે રાજકોટ બસ સ્ટેન્ડ પર 2-3 દિવસ રહી હતી, જ્યાં એક સજ્જન વ્યક્તિએ તેનો ઉછેર કર્યો હતો. ત્યાર બાદ તે આરોપીના સંપર્કમાં આવી અને પેલા સજ્જન વ્યક્તિએ બંનેના સામાજિક રીતે રાજીખુશીથી લગ્ન કરાવ્યા હતા. હાલ આ યુવતી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છે અને તેને 4 બાળક પણ છે. સગીરાના હાલના પતિને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલહવાલે કરવામાં આવ્યો છે. SP સંજય ખરાતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને પોલીસનો અભિગમ ગુમ થયેલા બાળકો કે વ્યક્તિઓને પરિવાર સાથે પુનઃ મિલાવવાનો છે. અમરેલી પોલીસે 2025 અને 2026ના વર્ષ દરમિયાન કુલ 111 ગુમ/અપહરણ થયેલા બાળકો અને 342થી વધુ પ્રૌઢ વ્યક્તિઓને શોધીને પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. 12 વર્ષ જૂના અશક્ય લાગતા કેસમાં અમરેલી પોલીસે હિંમત હાર્યા વગર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના જોરે સફળતા મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી:ઊંડ નદીના પટમાંથી ₹40 લાખના વાહનો સીઝ કરાયા
    Next Article
    How Vietnam Became the Powerhouse of Asia | China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment